દેશ માટે ગૌરવની વાત:રાજકોટમાં આયુષના કેન્દ્રીય મંત્રીએ કહ્યું- કોઈ રોગ કે મહામારી ફેલાય તે પહેલાં તેને અટકાવવાનું કામ આ આયુષ કેન્દ્ર કરશે

રાજકોટએક મહિનો પહેલા
આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. - Divya Bhaskar
આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
  • 170 દેશના વિદ્યાર્થીઓ, રોકાણકારોને ફાયદો થશેઃ ડો. મુંજપરા

આજે આયુષ મંત્રાલયે ભારતમાં પરંપરાગત દવાના ક્ષેત્રમાં બે પ્રાસંગિક વિકાસની ચર્ચા કરવા માટે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની ગ્રાઉન્ડબ્રેકિંગ ઈવેન્ટ અને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ (GAIIS)નો સમાવેશ થાય છે. આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, ‘બંને ઇવેન્ટ્સ ભારતના આયુષ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ બનશે. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ ભારત માટે આયુર્વેદિક અને હર્બલ ઉત્પાદનો માટે વૈશ્વિક બજાર ઊભું કરવાની તક રજૂ કરે છે. જામનગરમાં રાજ્યનું પહેલું આયુષ કેન્દ્ર બનશે જે કોઈ રોગ કે મહામારી ફેલાય તે પહેલાં તેને અટકાવવાનું કામ આ કેન્દ્ર કરશે.

અમે સુવર્ણ યુગના દરવાજા પર ઉભા છીએ
સોનોવાલેએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સુવર્ણ યુગના દરવાજા પર ઉભા છીએ, જ્યાં અમે અમારા પરંપરાગત જ્ઞાનનો લાભ ઉઠાવી શકીએ છીએ અને તેનો ઉપયોગ વિશ્વની સેવા કરવા માટે કરી શકીએ છીએ. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન વૈશ્વિક સ્વાસ્થ્ય માટે WHO અને ભારતની ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. અદ્યતન ટેકલોજી અને પ્રાચીન જ્ઞાનના સંગમ પર ઊભા રહીને, આપણે આગળના એકમાત્ર રસ્તા તરફ છીએ. GCTM પરંપરાગત દવા ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો નક્કી કરવા અને દેશોને વ્યાપક, સલામત અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્ય પ્રણાલી બનાવવામાં મદદ કરવા માંગે છે. ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ એ પરંપરાગત ઉત્પાદનો, પ્રથાઓ અને સંબંધિત સેવાઓનું વૈશ્વિક હબ બનવાના ભારતના પ્રયાસોને વ્યૂહરચના બનાવવાની પહેલ છે.

આયુષ વિભાગનું દેશનું સોથી પહેલું કેન્દ્ર જામનગરમાં બનશે
દિવસેને દિવસે આયુષ વિભાગ સફળતા પ્રાપ્ત કરતું જાય છે. જામનગર ખાતે આયુષ વિભાગનું દેશનું સોથી પહેલું કેન્દ્ર બનશે. જે દેશની સફળતા છે. આયુષ વિભાગના રાજ્યમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યું હતું કે, આવતીકાલે પ્રધાનમંત્રીના હસ્તે જામનગર ખાતે પ્રથમ સેન્ટરનું ખાતમુહૂર્ત થશે. જે દેશનું અને રાજ્યનું પ્રથમ હશે. 170 દેશના વિદ્યાર્થીઓ, રોકાણકારોને ફાયદો થશે. જેનાથી ભારતનું નામ આખી દુનિયામાં ગુંજશે. રોગ આવે તે પહેલાં અટકાવવા માટે આ કેન્દ્ર કામ કરશે. જામનગરમાં 2026 સુધીમાં શરૂ થશે. જેમાં કામગીરી અત્યારથી શરૂ થશે. કેન્દ્ર 170 દેશમાં જે પ્રણાલી છે તેનો અભ્યાસ કરશે અને તેનો લોકોને કઈ રીતે ઉપયોગી થવું તે પ્રયાસ કરાશે. કૃષિ વિભાગ અને આયુષ વિભાગ સાથે મળીને ખેડૂતો આયુષને લગતા ઉત્પાદન કરે તે પ્રયાસ કરીશું.

કાલે જામનગરમાં પહેલા કેન્દ્રનું ઉદ્ધાટન થશે
WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, વિશ્વમાં આ પ્રકારના પ્રથમ સેન્ટરનું 19 એપ્રિલ, 2022ના રોજ જામનગરમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્રનો ઉદ્દેશ્ય પરંપરાગત દવાને તકનીકી પ્રગતિ અને પૂરાવા આધારિત સંશોધન સાથે સંકલિત કરીને તેની સંભવિતતાને પ્રદર્શિત કરવાનો છે. જામનગર આધાર તરીકે સેવા આપશે, નવા કેન્દ્રનો ઉદ્દેશ વિશ્વને સંલગ્ન અને લાભ આપવાનો છે. GCTM વૈશ્વિક આરોગ્યમાં પરંપરાગત દવાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં પુરાવા અને શિક્ષણ, ડેટા અને એનાલિટિક્સ, ટકાઉપણું અને સમાનતા, નવીનતા અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

GCTM-GAIIS ગાંધીનગરમાં યોજાશે
ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 20થી 22 એપ્રિલ દરમિયાન ગાંધીનગરમાં યોજાશે. સમિટનો ઉદ્દેશ પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ વધારવા અને નવીનતાઓ પ્રદર્શિત કરવાનો છે. લાંબાગાળાની ભાગીદારીને પ્રોત્સાહન આપવા, નિકાસને વેગ આપવા અને ટકાઉ ઇકો સિસ્ટમને પોષવાનો આ એક અનોખો પ્રયાસ છે. બંને કાર્યક્રમો ગુજરાતમાં યોજાઈ રહ્યા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને WHOના મહાનિર્દેશક ડૉ.ટેડ્રોસ ઘેબ્રેયસસની હાજરી દ્વારા આયોજિત કરવામાં આવશે. જેમાં રાજદૂતોની એક ગેલેક્સી હશે જે બંને ઇવેન્ટ્સને ગ્રેસ કરશે.

આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા હાજર રહ્યા
પત્રકાર પરિષદમાં, સર્બાનંદ સોનાવાલ, આયુષ રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા હાજર રહ્યા હતા. રાજેશ કોટેચાએ ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન અને ગ્લોબલ આયુષ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સમિટ (GAIIS)નો પરિચય કરાવ્યો હતો. તેઓએ આયુષ મંત્રાલય અને WHO વચ્ચેની ભાગીદારીના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી અને કોવિડ પછીની દુનિયામાં પરંપરાગત દવાના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...