• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Unidentified Persons Throw Medical Waste On Upleta Road In Dhoraji, Tantra Officials Reach The Spot And Conduct Investigation

સંક્રમણ ફેલાવાનો ભય:ધોરાજીના ઉપલેટા રોડ પર અજાણ્યા શખ્સોએ મેડિકલ વેસ્ટ ફેંક્યો, તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

ધોરાજી8 મહિનો પહેલા
  • SOP અનુસાર મેડિકલ વેસ્ટનો નિકાલ ન થતા સંક્રમણ ફેલાવાની ભીતિ

ધોરાજીના ઉપલેટા રોડ પર અજાણ્યા શખ્સોએ મેડિકલ વેસ્ટ નો નિતિ નિયમો મૂજબ નિકાલ કરવાના બદલે જાહેર રોડ પર મેડીકલ વેસ્ટ ફેકી દેતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ અંગે ધોરાજીના હેલ્થ ઓફીસર ડો. વાછાણી સહિતના અધિકારીઓને જાણ થતાં તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી છે. મેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ફેલાય નહીં એ માટે તેનો યોગ્ય ઢબે નિકાલ થાય એ જરૂરી હોય છે.

SOP અનુસાર મેડિકલ વેસ્ટનો નિકાલ ન થતા સંક્રમણ ફેલાવાની ભીતિ
આ અંગે ધોરાજીના હેલ્થ ઓફીસર ડો વાછાણીએ જણાવ્યું હતું કે ધોરાજીના ઉપલેટા રોડ પર મેડીકલ વેસ્ટ પડયૂ હોવાની જાણ થતાં જ અમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તપાસ બાદ વધુ માહિતી આપી શકાશે. ધોરાજીમાં SOP અનુસાર મેડિકલ વેસ્ટનો નિકાલ ન થતા સંક્રમણ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.

મેડીકલ વેસ્ટ ફેંકનાર સામે કડક કાર્યવાહીની માંગ
સ્થાનીકોએ આ અંગે જણાવ્યું હતું કે, ધોરાજી ના ઉપલેટા રોડ પર કોરોના મહામારીના સમયે મેડિકલ વેસ્ટનો નિતિ નિયમો મુજબ નિકાલ કરવાને બદલે ખૂલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેતાં તંત્રના અધિકારીઓને રજૂઆત કરીને ખૂલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલ વેસ્ટ ફેંકનાર સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...