આવારા તત્વોનો આતંક:રાજકોટમાં અજાણ્યા શખસોએ તમામ ખેતલાઆપા હોટલ રાત્રે બંધ કરાવી, દૃશ્યો CCTVમાં કેદ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા શખસો હથિયાર સાથે જોવા મળ્યા હતા. - Divya Bhaskar
અજાણ્યા શખસો હથિયાર સાથે જોવા મળ્યા હતા.
  • ખેતલાઆપા હોટલધારકોએ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપી

રાજકોટમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયા પછી એક જૂથે તમામ ખેતલાઆપા હોટલો રાત્રે બંધ કરાવી હોવાનું સામે આવ્યું છે. સંત કબીર રોડ પર પ્રથમ કોઈ કારણે બોલાચાલી થયા બાદ ક્રેટા, સ્કોર્પિયો, એન્ડેવર સહિતની કારમાં નીકળેલા શખસોએ ચાની હોટલો બંધ કરાવી હતી. જેમાં બંધ કરાવવા નીકળેલા લોકોના હાથમાં હથિયારો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ તોડફોડ થયાનો આરોપ લાગ્યો છે. આ અંગે તમામ હોટલધારકોએ એલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

શહરેના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી
આ અંગે જુદા જુદા સ્થળે આવેલી ખેતલાઆપા ટી સ્ટોલના કર્મચારીઓ-સંચાલકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જેમાં આજીડેમ પોલીસમાં વિપુલ ભરવાડ, બી ડિવિઝન પોલીસમાં ગોપાલ ભરવાડ, એ ડિવિઝનમાં વિક્રમ વકાતર અને અખિલ જ્યારે માલવિયાનગર પોલીસમાં સામત વાકતર અને યુનિવર્સિટી પોલીસમાં લાલભાઈ ઇન્દુભાઈ મેવાડાએ અરજી આપી છે.

સીસીટીવીમાં અજાણ્યા શખસો હોટલ બંધ કરવવા નીકળ્યા હતા તે દૃશ્યો કેદ થયા.
સીસીટીવીમાં અજાણ્યા શખસો હોટલ બંધ કરવવા નીકળ્યા હતા તે દૃશ્યો કેદ થયા.

પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
અરજીમાં જણાવ્યું છે કે, આત્મિય કોલેજ સામે ખેતલાઆપા ટી સ્ટોલમાં નોકરી કરું છું. રાત્રે હોટલ બંધ કરતા હતા ત્યારે સ્કોર્પિયો અને એન્ડેવર કારમાં કેટલાક શખસો આવ્યા હતા. હોટલનો માલિક ક્યાં છે તેમ પૂછતાં અમે ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં તેઓ જતા રહેતા અને પરત આવી જોયું તો આ શખસોએ ચાના તપેલાં ઊંધા વાળી દીધા હતા. આ અંગે હોટલ માલિકને જાણ કરી હતી.
મોડી રાત્રે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા અરજીના આધારે રાજકોટના જુદા જુદા પોલીસ મથકની ટીમોએ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.