તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નેકની ટીમ સામે શિસ્તતા દાખવવી, તમામ કર્મીઓને હાજર રાખવા, હિન્દીમાં જ વાત કરવા યુનિવર્સિટીની સૂચના

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • યુનિવર્સિટીની હોસ્ટેલ, જિમ સહિતના સંચાલકોની મિટિંગ બોલાવી ટ્રેનિંગ આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 18થી 20 દરમિયાન નેકની ટીમ ઇન્સ્પેક્શન કરવા માટે આવી રહી છે ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ શરૂ કરી છે. નેકની ટીમ દરેક ભવનમાં જ ઇન્સ્પેક્શન કરવાની છે, પરંતુ કેમ્પસમાં રહેલા અન્ય કેન્દ્રોમાં પણ જો અચાનક ટીમ સુવિધા-વ્યવસ્થા જોવા આવે તો કેવી રીતે વાત કરવી, કઈ ભાષામાં વાત કરવી, શું વિશેષતાઓ જણાવવી એવી તમામ બાબતોથી વાકેફ કરવા યુનિવર્સિટીની હોસ્ટેલ, ભાઈઓ-બહેનોના જિમ, સીસીડીસી, મંડળીઓ સહિતના જુદા જુદા તમામ વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા કેન્દ્રોમાં સંચાલકોની ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી.

તમામ લોકોને નેકની ટીમ બીજા રાજ્યોમાંથી આવતી હોય દરેક વ્યક્તિએ હિન્દી કે અંગ્રેજી ભાષામાં સંવાદ કરવા જણાવાયું છે. આ ઉપરાંત નેકની ટીમ આવે ત્યારે તમામ કર્મીઓ શિસ્તબદ્ધ રીતે, ફોર્મલ વસ્ત્રોમાં હાજરરહેશે.યુનિવર્સિટીના તમામ ભવનો, કેન્દ્રોના કર્મચારીઓને નેકની ટીમના આગમન સમયે હાજર રાખવા પણ જણાવાયું છે.

નેકની ટીમ કેમ્પસ ઉપર આવે ત્યારે દરેક ભવનની સાથે સાથે વિદ્યાર્થી સંબંધિત જેટલા પ્રોજેક્ટ ચાલતા હોય તે કેન્દ્રની પણ મુલાકાત લે તેવી સંભાવનાને પગલે ગર્લ્સ-બોયઝ હોસ્ટેલ,સીસીડીસી, ભાઈઓ-બહેનોના જિમ, ફિટનેસ ક્લબ, ડે કેર સેન્ટર, સુટા, સ્વૈચ્છિક સંઘ સહિતના જુદા જુદા એસોસિએશન, ટીચિંગ-નોન ટીચિંગની મંડળીઓ, રિક્રિએશન ક્લબ, હેલ્થ સેન્ટર એટલે કે ભવન સિવાયના જેટલા કેન્દ્રો છે તેના સંચાલકોને પણ બોલાવીને નેકની ટીમ આવે ત્યારે તેના માટેની માનસિક તૈયારી રાખવા ભવન સિવાયના કેન્દ્રોના સંચાલકોની બેઠક બોલાવાઈ હતી અને તમામને ટીમ આવે ત્યારથી લઈને જાય ત્યાં સુધી શું કરવું તેની સૂચના અપાઈ હતી.

નેક પહેલા કુલપતિ-ઉપકુલપતિ ભવનોનું ઇન્સ્પેક્શન કરશે
18મીએ નેકની ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા આવવાની છે તે પહેલા યુનિવર્સિટીની ટીચિંગ-નોન ટીચિંગ સહિતની તમામ વ્યવસ્થાનું ચેકિંગ કરવા સંભવત આગામી તારીખ 13 અને 14 ફેબ્રુઆરીએ યુનિવર્સિટીના કુલપતિ-ઉપકુલપતિ તમામ ભવનોનું નેકની જેમ ચેકિંગ કરશે, પ્રેઝન્ટેશન નિહાળશે, દરેક ભવનના વિદ્યાર્થી સંબંધિત ડેટા ચેક કરશે. નેક પહેલા રિહર્સલના ભાગ રૂપે કુલપતિ-ઉપકુલપતિ આખી યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો