વન વીક, વન રોડ ઝુંબેશ:યુનિ. રોડ પર 15 ઓટલા-છાપરાના દબાણો દૂર કરાયા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાની વન વીક, વન રોડ ઝુંબેશ
  • 86 આસામી પાસેથી 23 લાખનો વેરો વસૂલાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી રોડ પર જાહેરમાર્ગો પર કરેલા દબાણ વિવિધ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તેમજ 86 આસામી પાસેથી 23 લાખનો વેરો પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

શહેરના મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં દર સપ્તાહે ક્રમશ ત્રણેય ઝોનમાં અલગ અલગ દિવસે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા માટે કામગીરી થશે. જેમાં મંગળવારે યુનિવર્સિટી રોડ પર જુદા-જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વેરા વસૂલાત શાખા દ્વારા વોર્ડ નં.9 અને 10માં સત્યમ-2 કોમ્પ્લેક્સ, શિવમ કોમ્પ્લેક્સ, કે-કોર્નર, હરભોલે આર્કેડ-2, વિનિત એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન સ્ક્વેર, પાર્થ પ્લાઝા, હર ભોલે આર્કેડ, ક્રિષ્ના કોનાર્ક, દ્વારકેશ એપા., માનવ આર્કેડ, ન્યૂ. એમ્પાયર બિલ્ડિંગ, ગંગા જમના સરસ્વતી એપા., વગેરેમાંથી કુલ 52 મિલકત પાસેથી કુલ રૂ. 17 લાખ 19 હજાર રૂપિયાના મિલકત વેરાની વસૂલાત, વિશેષમાં કુલ 34 આસામીઓ પાસેથી કુલ રૂ. 6 લાખ 77 હજારની વ્યવસાય વેરાની વસૂલાત કરાઈ જ્યારે વ્યવસાય વેરા માટે કુલ 135 આસામીને સુનાવણી નોટિસ અપાઈ હતી. એમ કુલ 86 આસામી પાસેથી 23,96,000 ની વસૂલાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...