રાજકોટીયન્સ ઉતરાયણમાં મગ્ન:ઊંધિયાની પાર્ટી, ચીકી- ઝીંઝરા સાથે પતંગોત્સવની ઉજવણી,ડીજેના તાલે 'કાઇપો છે..'નો નાદ ગુંજ્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી શરૂ - Divya Bhaskar
શહેરમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી શરૂ

રાજકોટમાં ઉત્તરાયણના તહેવાર પર પતંગરસિયાઓમાં સવારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ સુસવાટા મારતા ઠંડા પવનનો સારો સાથ રહ્યો છે ત્યારે ભાત ભાતની અને જાત જાતની રંગબેરંગી પતંગ સાથે કિલ્લોલ કરતી પીપૂડાના અવાજ સવારથી વાતાવરણ રોમાંચક બની ગયું છે. ઊંધિયાની પાર્ટી, ચીકી અને શેરડી - ઝીંઝરા સાથે લોકોએ પતંગોત્સવની અનેરી મજા માણી રહેતા છે.

પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો
પતંગ રસીયાઓનો ઉત્સાહ બેવડાયો હતો
ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ
ટેરેસો પતંગ રસીયાઓથી હાઉસ ફૂલ

મેયરે પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી
આજે 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાતિનો પર્વ છે. આજે સૂર્ય મકર રાશીમાં પ્રવેશ કરતો હોય છે. આજના દિવસે નાના મોટા સૌ કોઈ લોકો પતંગ ઉડાવી પરિવાર અને મિત્રો સાથે મળી ઉજવણી કરતા હોય છે. ત્યારે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી. અને લોકોને ઉતરાયણ પર્વની શુભેચ્છા પણ પાઠવી હતી સાથે સાથે લોકોને પતંગાવતી સમયે કાળજી રાખવા પણ અપીલ કરી હતી અને સાંજના સમયે પતંગ તેમજ ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરી સેફટી સાથે પતંગ ઉડાવવા અપીલ કરી હતી

જેતપુરના MLA જયેશ રાદડિયાએ પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી
જેતપુરના MLA જયેશ રાદડિયાએ પરિવાર સાથે ઉતરાયણની ઉજવણી કરી
પતંગોત્સવની અનેરી મજા
પતંગોત્સવની અનેરી મજા

લોકોમાં ભારે ઉત્સાહ
કોરોનાકાળ બાદની ઉત્તરાયણ આવી રહી છે જેના પગલે પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વળી વાસી ઉત્તરાયણને દિવસે રવિવાર હોવાથી બે દિવસની રજાના મેળના પગલે શહેરમાં બે દિવસ પતંગોત્સવ ધમધૂમથી ઉજવાશે. લોકો બે દિવસ ધાબાઓ પર મ્યુઝિક સિસ્ટમોના તાલે જુમી ઉઠશે અને આકાશ પતંગોથી છવાયેલુ રહેશે.

પતંગ ઉડાવવાની તૈયારી
પતંગ ઉડાવવાની તૈયારી

આકાશ પતંગના દાવપેચથી છવાયુ
રાજકોટમાં આજે આકાશમાં પતંગના દાવપેચથી છવાઇ ગયું છે. પતંગરસિયાઓ એકબીજાની પતંગના પેચ લડાવી તથા પતંગ કાપીને પુરા ઉત્સાહ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવશે. સવારથી જ એ કાપ્યો છે,લપેટની ચિચિયારીથી ધાબા ગૂંજી રહ્યા છે. ડીજે અને સ્પીકરના સહારે ગીતો સાથે અગાસીઓ પર ડાન્સની રમઝટ પણ જોવા મળી રહી છે. લોકો અવનવા વસ્ત્રો પરિધાન કરી ગોગલ્સ અને હેટ પહેરીને અગાસી પર પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે. લોકો પતંગ અને દોરી લઇને અગાસી પર પહોંચી ગયા છે.

બાળકોએ ધાબા ઉપર મજા કરી
બાળકોએ ધાબા ઉપર મજા કરી

ઉંધીયું જલેબીની જ્યાફત
ઉતરાયણના દિવસે ગુજરાતમાં ઉંધીયુ જલેબી આરોગવાનો જાણે કે રિવાજ પડી ગયો છે. લોકો અગાસી પર જ ઉંધીયુ જલેબી આરોગવાનો પ્લાન બનાવી રહ્યા છે. લોકોને શુદ્ધ અને તાજુ ઉંધીયું અને જલેબી મળી રહે તે માટે વેપારીઓએ પણ ઉત્સાહ સાથે તૈયારીઓ કરી છે અને ઠેર ઠેર રસ્તા પર પણ ઉંધીયુ જલેબીના સ્ટોલ જોવા મળી રહ્યા છે. આજના દિવસે શેરડી,બોર,ચીકી, મમરાના લાડુ ખાવાનો પણ જાણે કે રિવાજ છે અને તેથી અબાલવૃદ્ધ સૌ કોઇ અગાસી પર બેસી પતંગ ચગાવાની સાથે મનપસંદ ચીજો આરોગી રહ્યા છે.