તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહિતીની માંગણી:વાહનચાલકો સામે ઇ-મેમો ક્યા કાયદા હેઠળ જનરેટ થઇ શકે?, આઇ-વે પ્રોજેક્ટ હેઠળ કરોડો વસૂલનાર તંત્ર પાસે માહિતી મગાઇ

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

આઇ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ રાજમાર્ગો પર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાઓ લોકોના જાનમાલના રક્ષણ, ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓ તેમજ દબાણો અટકાવવા માટે લગાડવામાં આવ્યા છે. પરંતુ સરકારને સારું લગાડવા માટે પોલીસ તંત્રે બંધારણીય અધિકારોનો ભંગ કરી અન્યાયી કાર્યવાહી શરૂ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે મોટી રકમના દંડથી પરેશાન વાહનચાલકોની મદદે રાજકોટનું યુવા લોયર્સ એસોસિએશન આવી ઝુંબેશ શરૂ કરી છે. એસો.ના પ્રમુખ કિરીટ નકુમે જણાવ્યું કે, લોકોને આવકના સાધનો ન હોવા છતાં મોટી રકમના દંડ ભરવા કાયદાથી વિરુદ્ધ દબાણ કરી સમાધાન શુલ્કના નામે દંડ વસૂલાતો હોવાનું ધ્યાન આવ્યું હતું.

આઇ-વે પ્રોજેક્ટના માર્ગદર્શિકામાં માત્ર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલ કરવાનો છે જ નહિ. તેમ છતાં પોલીસ તંત્ર જે રીતે વાહનચાલકોને આડેધડ મોટી રકમના ઇ-મેમો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે આઇ-વે પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા કેમેરા દ્વારા વાહનચાલકો વિરુદ્ધ ઇ-મેમો જનરેટ થઇ શકે? અને તેવી જોગવાઇ ક્યા કાયદા હેઠળ કરવામાં આવી છે. તે સહિતની વિગતો રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકા કમિશનર પાસેથી માહિતી અધિકારના કાયદા હેઠળ માગવામાં આવી છે.

આ માહિતીઓ માગવામાં આવી

 • ક્યા કાયદા હેઠળ ઇ-મેમો આપવાની સત્તા તંત્રને આપવામાં આવી છે? ક્યારથી?
 • ઇસ્યૂ કરેલા ઇ-મેમો રદ કરવામાં આવ્યા, ક્યા કારણોસર રદ કરાયા.
 • પોલીસે અત્યાર સુધીમાં કેટલા ઇ-મેમો ઇસ્યૂ કર્યા.
 • ઇ-મેમો ક્યા અધિકારી દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે, અને રદ કરવામાં આવે છે.
 • મોબાઇલમાં ફોટો પાડી ઇ-મેમો અપાય છે તે એપ્લિકેશન સરકારી કે ખાનગી, તેને રકમ ચૂકવાય છે.
 • ક્યા કાયદા હેઠળ મોબાઇલથી ફોટો પાડી ઇ-મેમો ઇસ્યૂ કરવામાં આવે છે.
 • મોબાઇલથી ફોટા પાડવાની સત્તા કોણે, કોને અને ક્યારથી આપી છે.
 • અત્યાર સુધીમાં કેટલું સમાધાન શુલ્ક લોકોએ ચૂકવ્યું છે.
 • કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી ઇ-મેમો ક્યા અધિકારી-કર્મચારી ઇસ્યૂ કરે છે.
 • ચાલકે નિયમનો ભંગ કર્યો તે ક્યા હોદ્દાના કર્મચારી નક્કી કરે છે.
 • પહેલી વખત કઇ તારીખથી ઇ-મેમો ઇસ્યૂ કર્યા છે.
 • 8-2-2021 સુધી કેટલી રકમના ઇ-મેમો ઇસ્યૂ કર્યા છે.
 • 8-2-2021 સુધી કેટલી રકમના ઇ-મેમોની રકમ લોકોએ ભરી છે.
 • આઇ-વે પ્રોજેક્ટ શરૂ કરવાનો મુખ્ય હેતુ-ઉદ્દેશ શું.
 • 8-2-2021 સુધીમાં કેટલા સરકારી વાહનોને ઇ-મેમો ઇસ્યૂ કર્યા.
 • 8-2-2021 સુધીમાં કેટલા પોલીસ કર્મચારીને ઇ-મેમો ઇસ્યૂ કર્યા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો