તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Under The Watchful Eye Of The District Mines And Minerals Department, Rampant Mineral Theft Is Taking Place Within 50 Kilometers From Rajkot.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર સ્ટિંગ:જિલ્લા ખાણ ખનીજ વિભાગની મીઠી નજર હેઠળ રાજકોટથી 50 કિલોમીટર સુધીમાં ચારેતરફ થઈ રહી છે બેફામ ખનીજચોરી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાની અમરેલી ગામ, જામનગર રોડ એફસીઆઈ ગોડાઉન પાછળ, શાપર પાસે પીપળિયા ગામ અને ન્યારી ડેમનો કાંઠો આ બધી જગ્યાએ ટ્રક, ટ્રેક્ટર અને લોડર ખુલ્લેઆમ ફરે છે
  • કાળા પથ્થર અને રેતીને લઈ જવાનો જાણે પીળો પરવાનો, કામ દેખાડવા માટે એકાદ બે ટ્રક પકડીને માત્ર ચલણ ફાટે છે માલ ક્યાંથી આવ્યો તે કોઇ પૂછતું નથી!

રાજકોટમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેની પાછળ માત્ર ને માત્ર રાજકોટ જિલ્લા ખાણખનીજ વિભાગની મીઠી નજર છે કારણ કે ધોળા દિવસે ટ્રક, ટ્રેક્ટર, લોડર સહિતના વાહનો ખનીજ ચોરી કરે છે છતાં કોઇ સામે પગલાં લેવાતાં નથી. અંતરિયાળ ગામડાં તો દૂર રાજકોટ શહેરની નજીકમાં જ ખનીજ ચોરી ચાલે છે. દિવ્ય ભાસ્કરે શહેરની ચાર બાજુ તપાસ કરતા બધી જગ્યાએ ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના જામનગર રોડ પર આવેલા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ગોડાઉનની પાછળ જ કાળા પથ્થરો અને કપચીના ટ્રકના ટ્રક ભરાઈ રહ્યા છે. ગમે ત્યારે જેસીબી અને લોડર લઈને પથ્થરો જમીનમાંથી ખોદીને બહાર કાઢવામા આવે છે અને પછી વાહનો ભરાય છે. આસપાસમાં રહેણાક વિસ્તાર છે તેમજ આગળના ભાગમાં જ સરકારી ગોડાઉન કે જેમાં સિક્યોરિટી છે છતાં હજુ સુધી ખનીજચોરી બંધ કરાઈ નથી.

રાજકોટની ભાગોળે શાપર(વેરાવળ)થી આગળ જતા પીપળિયા ગામ પાસે ઈન્ડસ્ટ્રિઝના પ્લોટ પૂરા થાય એટલે તુરંત જ મસમોટા ખાડા જણાય છે આ ખાડા બીજા નહીં પણ પથ્થરો કાઢવા માટે દિવસ રાત ચાલતા જેસીબી અને બુલડોઝરને કારણે પડ્યા છે, અહીં જાણે કોઇની બીક જ ન હોય તેમ વાહનો ચાલે છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે પણ ટ્રકના ટ્રક ભરાઈ રહ્યા હતા અને ગેરકાયદે ખનન કાર્ય ચાલી રહ્યું હતું. મુંજકાથી આગળ નાની અમરેલી ગામ પાસે કપચી અને પથ્થરો કાઢવા માટે ગમે ત્યારે ખનીજ માફિયાઓ આવી ચઢે છે તેને કારણે આખો વિસ્તાર ખોદી નખાયો છે.

બીજી તરફ ન્યારી ડેમથી લોધિકા જવાના માર્ગ પર આવતા પર કાચો રસ્તો પડે છે ત્યાં અંદર જતા જ નદીમાંથી બેફામ રેતી ચોરી કરવામાં આવી રહી છે. આ બધી જ જગ્યાએ શું ચાલી રહ્યું છે તે બાબતથી ખાણ ખનીજ વિભાગ વાકેફ છે અને પોલીસ પર સતત પેટ્રોલિંગ દરમિયાન તમામ જગ્યાઓ નિહાળે છે. ફરક એટલો જ છે કે કોઇ પગલાં લેવાતા નથી.

પોલીસ દારૂ પકડે તે રીતે તંત્ર ખનીજચોરી પકડે
પોલીસ જ્યારે દારૂ પકડે ત્યારે હાજર જે માલ હોય તે જ પકડાય છે. આ માલ ક્યાંથી આવ્યો કોણ કોણ સંડોવાયેલું છે તે ચેનલ બહાર આવતી નથી. ફક્ત કામ બતાવી દેવાય છે. આવી જ રીતે ખાણ ખનીજ વિભાગ પણ કરે છે. હાઈ-વે પર ઊભા રહીને ખનીજ ચોરી કરીને નીકળતી ટ્રકો પકડી તપાસ કરાય છે અને મંજૂરી ન હોય તો ઓવરલોડ અને મંજૂરી વગરના નામે દંડ ઉઘરાવી લેવાય છે. આ ખનીજ ક્યાંથી આવ્યું કોની મીઠી નજર હેઠળ કાઢ્યું, ખનીજ કાઢવા ક્યા મશીન વપરાયા ત્યા સુધીની પૂછપરછ કદી ચોપડે આવતી નથી.

ખનીજ માફિયા બેફામ: ગેરકાયદે થતી ખનીજચોરીના કારસ્તાનનો પર્દાફાશ, પથ્થરો કાઢીને પરવાના ધરાવતા લોકોને સ્ટોન ક્રશરને વેચી દેવાય છે
ખનીજ ચોરોમાં મોટાભાગના જે રેતીચોરો છે તે રેતીઓનો સટ્ટો કરીને મોંઘા ભાવે સીધું વેચાણ કરે છે. જ્યારે પથ્થરો ચોરી કરનારાઓ સ્ટોક કરવાને બદલે જેટલી માગ હોય તેટલું બાંધકામ ચાલતું હોય ત્યા નાખે છે અને બાકીનો જે માલ ભરાય છે તે સ્ટોન ક્રશરની લીઝ ચાલતી હોય ત્યાં સસ્તા ભાવે વેચી મારે છે જેથી ખનીજચોરોને પૈસા મળી જાય છે જ્યારે સ્ટોન ક્રશર ધરાવનારાઓને મશીનરી વાપર્યા વગર કાચો માલ મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો