• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Under The Treatment Of 3 Patients In The City, The Employees Of The Health Center Protested Against The Extension Of Time, The Manpa Office Submitted

કોરોના રાજકોટ LIVE:શહેરમાં 3 દર્દી સારવાર હેઠળ, આરોગ્ય કેન્દ્રનો સમય વધારતા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો, મનપા કચેરીએ રજૂઆત

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ શહેરમાં એક સપ્તાહથી એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી એક પણ કેસ નોંધાયો નથી. મંગળવારે હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રહેલા 4 દર્દી કોરોના મુક્ત થયા હતા. જોકે આ સાથે જ નવો કેસ આવતા જ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 3 રહી છે. મહાનગરમાં આજ સુધીમાં કોરોનાના 63708 કેસ નોંધાયા છે અને 63207 લોકો સ્વસ્થ બન્યા છે. આરોગ્ય કેન્દ્રના સમયમાં એક કલાકનો વધારો થતા કર્મચારીઓનો વિરોધ કર્યો છે. આજે કર્મચારીઓ મનપા કચેરીએ પહોંચી આ અંગે રજૂઆત કરી હતી.

આરોગ્ય કેન્દ્રના સમયમાં એક કલાકનો વધારો થતા કર્મચારીઓનો વિરોધ
રાજકોટ મહાનગરપાલિકા ખાતે આરોગ્ય કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મમતાના મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય કેન્દ્રના સમયમાં ફેરફાર કરતા કર્મચારીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પહેલાં આરોગ્ય કેન્દ્રનો સમય સવારના 9થી સાંજના 5 વાગ્યાનો હતો. જ્યારે હવે આરોગ્ય કેન્દ્રનો સમય સવારે 9થી સાંજના 6 અને બપોરે માત્ર અડધી કલાકની જ રિસેસનો રાખવામાં આવ્યો છે. આથી આરોગ્ય કર્મચારીઓ કે મનપાના કર્મચારી મંડળ સાથે મળીને નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. મનપાના મેડિકલ ઓફિસર ડોક્ટર જયેશ વકાણી દ્વારા બેઠકમાં મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગરમીમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો
રાજકોટ મનપાએ 23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ એક અઠવાડિયાના સમયગાળામાં શહેરની અંદર શરદી-ઉધરસના 199, સામાન્ય તાવના 81, ઝાડા-ઊલટીના 101, ટાઈફોડ તાવના 5 અને કમળાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.