દુષ્કર્મ:રાજકોટમાં લઘુશંકા કરવા જવાના બહાને પરિણીતાને ઓરડીમાં લઇ જઇ પાડોશી શખસે હવસનો શિકાર બનાવી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • રાજસ્થાનમાં પોતાના ઘરે પહોંચી પરિણીતાએ ફરિયાદ કરી
  • રાજસ્થાન પોલીસે અરજી રાજકોટ રીફર કરતા યુનિવર્સિટી પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટના રૈયાગામે લઘુશંકા કરવા જવાના બહાને પરિણીતાને ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી છે. પરિણીતાએ પતિને જાણ કરી રાજસ્થાન જઇ પરિવારને વાત કરી અને ત્યાં રાજસ્થાન પોલીસે અરજી લઈ રાજકોટ રીફર કરતા રાજકોટ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી સાથે મારો દીયર પણ રહે છે
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું આશરે છેલ્લા બે વર્ષથી મારા પતિ તથા બે દીકરાઓ સાથે રહુ છુ અને ઘરકામ તથા છુટક કડીયાકામ કરૂ છું. મારા પતિ પણ કડીયાકામ કરે છે. અમારી સાથે મારો દીયર પણ રહે છે અને તે પણ કડીયાકામ કરે છે. હુ રાજસ્થાનમાં ભણેલ છું. મને સામાન્ય ગુજરાતી બોલતા તથા વાંચતા આવડે છે. મારા લગ્ન પાંચ વર્ષ પહેલા થયેલ છે. આ લગ્ન જીવનથી મારે બે દીકરા છે. મારૂ પિયર રાજસ્થાન છે. મારા પિતા તથા મારી માતા અને મારે એક નાનો ભાઈ તથા બહેનો છે.

મારા પતિ કડીયા કામે જાય છે
અમો બહેનોના લગ્ન થઈ ગયેલ છે. મારા લગ્ન બાદ મારા પતિ ત્રણેક વર્ષ રાજકોટ એકલા રહી કડીયાકામની મજુરી કરતા અને છેલ્લા બે વર્ષથી હું પણ રાજકોટ મારા પતિ સાથે રહુ છું અને અમારી ઓરડીની સામેની ઓરડીમાં મુળ રાજસ્થાનના અમારા ગામના મોહન ડામોર તથા તેનો મોટોભાઈ ખાતુ ડામોર રહે છે. ગત તારીખ 5 જાન્યુઆરી 2022 ના રોજ વહેલી સવારના 6 વાગ્યે હુ તથા મારા પતિ કડીયાકામે જવા રૈયા ચોકડીએ બધા મજુરો ભેગા થતા હોય ત્યા ગયા હતા. મારા પતિને કડીયાકામ મળી જતા તે કામે જતા રહેલા અને હું નવેક વાગ્યે પરત મારા ઘરે ચાલીને જતી રહેલી ત્યારબાદ અગીયારેક વાગ્યે હું મારા ઘરે બહાર બેઠી હતી. તે સમયે અમારી સામે રહેતો મોહન ડામોર બહારથી આવી તેના ઘરમાં ગયેલો અને તરત જ પાછો બહાર આવેલ હુ બેઠી ત્યાં આવેલો અને મને કહેલ કે લે આ પાણીની બોટલ અને હાલ પાછળ જંગલમાં સાથે આવ આમ કહી અમો પાછળ ખુલ્લી અવાવરૂ જગ્યામાં જયા બાવળીયાઓ છે.ત્યાં અમો ખુલ્લામાં ટોઇલેટ કરવા જઈએ છીએ.

દરવાજો અંદરથી બંધ કરી દીધો
ત્યાં તે જગ્યાએ મને આવવાનું કહેતા આ મોહનનો ઈરાદો સારો ન હોય મે ના પાડી દીધી હતી છતા પણ આ મોહને મને દબાણ કરતા મે ઉશકેરાઈ જઈ કહેલ કે તમે મારા જેઠ જેવા છો. તમારી સાથે ના અવાય આમ કહી મે ના કહેતા આ મોહન ઉશ્કેરાઈ ગયો હતો. મારા વાળ પકડી બળજબરીથી તેની ઓરડીમાં લઈ ગયેલો અને તેની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ મોહને તેની ઓરડીના ખુણામાં ચાદર પાથરેલ હતી તેની ઉપર મને ધક્કો મારી બળજબરીથી સુવડાવી દીધી હતી.

મારી મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો
તેમજ બળજબરી કરી મારી મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ મારા હોઠ ઉપર બટકુ ભરી લીધું હતું અને બાદ તે ઉભો થઈ પેન્ટ ચડાવી ઓરડી ખોલી ભાગી ગયો હતો. હું ડરતી ડરતી બહાર નીકળવા ગયેલ ત્યારે ખાતુ ડામોર તેની ઓરડીમાં બેઠો હોય ને ખાતુ ને આ બનાવની વાત કરતા આ ખાતુ પણ ઉશ્કેરાઈ ગયેલો અને મને કહેલ કે મોહને જે કર્યુ તે ભલે કર્યું. આ બાબતે કોઈને જાણ કરીશ તો તને અહિયા અને રાજસ્થાન નહી રહેવા દઉ કોઈને કહીશ તો મારી નાખીશ આમ કહેતા હુ ઘરમાં જતી રહી હતી.

અમારા વતન રાજસ્થાન જતા રહ્યા
ત્યારબાદ મારા ઘરનુ કામ કરવા લાગેલ હતી અને મોહને મને બટકુ ભરતા મુઢ ઈજા તથા દુખાવો થતો હોય જેથી મે મારા ઘરમાં પડેલ દુખાવાની ગોળી પીધેલી હતી. સાંજના પતિ તથા દીયર ઘરે આવતા આ બાબતની મે વાત કરેલી જેથી મારા પતિએ આ અંગે મારા સસરાને કરતા મારા સસરાએ અમોને ત્યા આવી જવા કહ્યું હતું. ત્યારબાદ અમે 8 જાન્યુઆરીના રોજ અમારા વતન રાજસ્થાન જતા રહેલા અને ત્યા અમો પરીવારજનો નક્કી કરી પોલીસ ફરીયાદ કરવાનું નક્કી કરતા 11 જાન્યુઆરીના રોજ અમો બધા આનંદપુરી પોલીસ સ્ટેશન ગયેલા પરંતુ ત્યાના સાહેબે બનાવ રાજકોટનો હોય ત્યાં ફરીયાદ કરવાનું સમજાવતા આ બાબતની અમોએ લેખીત અરજી લખી પોસ્ટ કરેલી જે અરજી આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસે બોલાવી બંને સામે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસના પીઆઇ એ.એસ.ચાવડા અને રાઇટર ગીરીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે બંને આરોપીને પકડી લેવા તજવીજ આદરી છે.