આરોપીઓને સકંજામાં લેવાની કવાયત:સગીરાને લગ્નની લાલચે બે દી’ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂમની વ્યવસ્થા કરનાર મિત્ર સામે પણ ગુનો

શહેરના ગોકુલધામ વિસ્તારમાં રહેતા શખ્સે લગ્નની લાલચ આપી શાપરની સગીરાને ફસાવી તેનું અપહરણ કરી બે દિવસ સુધી રૂમમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીને રૂમની વ્યવસ્થા કરી આપનાર તેના મિત્ર સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો હતો.

શાપરમાં રહેતી મહિલા મંગળવારે સાંજે તેની 13 વર્ષની પુત્રી સાથે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને તેની સગીરવયની પુત્રી સાથે દુષ્કર્મ થયાની રાવ કરી હતી. મહિલાએ ફરિયાદમાં આરોપી તરીકે ગોકુલધામ આવાસ ક્વાર્ટર્સમાં રહેતા આકાશ દંતાણી અને તેના મિત્ર જયપાલ ચનિયારાના નામ આપ્યા હતા અને જણાવ્યું હતું કે, ગોકુલધામ આવાસનો આકાશ કામ સબબ શાપર આવતો હોય સગીરા સાથે તેનો પરિચય થયો હતો.

આકાશે લગ્ન કરવાની લાલચ આપી સગીરાને જાળમાં ફસાવી ગતા તા.24ના ગોંડલ રોડ ચોકડીએ બોલાવતા સગીરા ત્યાં પહોંચી હતી ત્યાંથી આકાશ રિક્ષામાં તેનું અપહરણ કરી જયપાલે રાખેલા એક રૂમે લઇ ગયો હતો અને ત્યાં સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બંને આરોપીઓને સકંજામાં લેવાની કવાયત શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...