મનપાના નવા તાયફા:'હર ઘર તિરંગા' કાર્યક્રમ હેઠળ રાજકોટીયન્સને રૂ.25 લેખે ઝંડા વેચશે,આર્થિક સહયોગ માટે મેયરે અપીલ કરી

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેયર ડો.પ્રદિપ ડવ - Divya Bhaskar
મેયર ડો.પ્રદિપ ડવ

રાજકોટમાં મનપાના નવા ગતકડાં સામે આવ્યા છે. આગામી 15 ઓગસ્ટની ઉજવણીને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા'ના કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે હવે મનપા રાજકોટીયન્સને તેના ઘર પર તિરંગો ફરકાવવા માટે રૂ.25 લેખે ઝંડા વેચશે. આ ઉપરાંત આર્થિક સહયોગ માટે મેયરે ખાનગી સંસ્થાઓને પણ અપીલ કરી છે.

695 મિલકતો પર ઝંડો ફરકાવવામાં આવશે
આ અંગે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવએ પત્રકાર પરિષદ અને સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર તિરંગા'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.13થી 15 ઓગસ્ટ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ દિવસો દરમિયાન રાજકોટ શહેરમાં ઘરે ઘરે તિરંગા ફરકાવવામાં આવશે શહેરમાં બે લાખ જેટલા ઘર અને રાજકોટ મહાનગરપાલિકાની 695 મિલકતો પર ઝંડો ફરકાવવામાં આવશે.

તિરંગો ફ્રીમાં આપવામાં નહીં આવે
લોકો મહાનગરપાલિકાની તમામ 18 વોર્ડ ઓફિસ પર તે લોકો આ તિરંગો લઈ શકશે જોકે આ તિરંગો ફ્રીમાં આપવામાં નહીં આવે. આ માટે લોકોએ તિરંગાના 25રૂપિયા તેમજ સ્ટીક ના અલગથી રૂપિયા આપવા પડશે. આ માટે આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ માટે ખાનગી સંસ્થાઓની મદદ પણ લેવાશે