અકસ્માત:બેકાબૂ વાહનોએ ત્રણ સ્થળે અકસ્માત સર્જયા, બે વૃદ્ધ અને એક યુવાન ઘવાયા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં પૂરઝડપે દોડતા વાહનો દ્વારા અકસ્માત સર્જતા હોવાના બનાવો સામાન્ય બની ગયા છે. વધુ ત્રણ સ્થળે સર્જાયેલા અકસ્માતના બનાવમાં બે વૃધ્ધ અને એક યુવાનને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કોઠારિયા રોડ પર રોંગ સાઇડમાં ધસી આવેલા બાઇકે પગપાળા જઇ રહેલા વૃધ્ધને ઠોકરે ચડાવ્યા હતા.

કાલાવડ રોડ પર અજાણી મોટરકારે બાઇકને પાછળથી ઠોકર મારતા અબ્દુલભાઇ રસુલભાઇ નીયાતર નામના વૃધ્ધને ઇજા થઇ હતી. જયારે ત્રીજા બનાવમાં કોઠારિયા ગામ નજીક મોટરકારે બાઇકને ઠોકરે લેતા નીરવ રસીકભાઇ સોરઠીયા નામના યુવાનને ગંભીર ઇજા થઇ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.