તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણામ જાહેર:30 વર્ષથી બિનહરીફ થતી સરધાર મંડળીની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ, ભાજપના બે જૂથ વચ્ચેની ચૂંટણીમાં રૈયાણી જૂથને પછડાટ, ઢાકેચા જૂથની જીત

રાજકોટ22 દિવસ પહેલા
નિતીનભાઈ ઢાંકેચા બિનહરિફ વિજેતા થયા હતા
  • સહકારી નેતા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાકેચા જૂથના તમામ 19 ઉમેદવારો 450 મતથી વિજયી થયા
  • ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથના ચેતન પાણ અને નિલેશભાઈ વિરાણીની પેનલને હારનો સામનો કરવો પડ્યો
  • સમાધાન માટેની બેઠક મળી, વચલો રસ્તો નામંજૂર ના રહ્યો ,એટલે ચૂંટણીની ફરજ પડી હતી

મિનિયાર્ડ મનાતી અને છેલ્લા ત્રીસ વર્ષથી સતત બિનહરીફ થતી સરધાર સહકારી મંડળીની ચૂંટણીનું પરિણામ હાલ જાહેર થયું છે. જેમાં ભાજપના ડી.કે સખીયા જૂથે મેદાન માર્યું છે. તેમના જૂથના સહકારી નેતા હરદેવસિંહ જાડેજા અને નીતિન ઢાકેચા જૂથના તમામ 19 ઉમેદવારો 450 મતથી વિજયી થયા છે. જયારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથના ચેતન પાણ અને નિલેશભાઈ વિરાણીની પેનલને હારનો સામનો કરવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સહકારી નેતા નીતિન ઢાંકેચા પહેલેથી જ બિન હરીફ થયા હતા.

અમને 400થી 450 જેટલા મત મળ્યા છે : હરદેવસિંહ જાડેજા
પોતાની જીત અંગે સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મંડળીમાં રાજસમઢિયાળા, લાખાપર, નવાગામ, રામપર, સૂકીસાજડિયાળી, હરિપર, સરધાર, ખારચિયા, ભંગડા સહિત બાર ગામનો સમાવેશ થાય છે. અને દરેક પેનલ પણ અમને 400થી 450 જેટલા મત મળ્યા છે.

સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા
સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા

અરવિંદ રૈયાણી જૂથની હાર થઈ છે
કુલ 20 બેઠક માટે 2400 ઉમેદવારો મતદાન થયું હતું જેમાં એક પક્ષે નાગદાનભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ વિરાણી, ચેતન પાંઉ, અરવિંદ રૈયાણીનું જૂથ હતું જેમની હાર થઈ છે.તો બીજી તરફ યાર્ડના વાઈસ ચેરમેન અને સરધાર સહકારી મંડળીના પ્રમુખ હરદેવસિંહ જાડેજા, નિતિનભાઇ ઢાંકેચા, નરેન્દ્રસિંહ જાડેજા, ભાનુભાઈ જલુ, વનરાજસિંહ વાળા, નારણભાઇ રબારી, શૈલેષભાઈ વસોયા, હરેશભાઇ સાવલીયા,સંજયભાઈ ટીંબડીયા સહિતના આગેવાનનો સમાવેશ થાય છે. જેમનો વિજય થયો છે.

અરવિંદ રૈયાણી જૂથની હાર થઈ છે - ફાઈલ તસ્વીર
અરવિંદ રૈયાણી જૂથની હાર થઈ છે - ફાઈલ તસ્વીર

નિતીનભાઈ ઢાંકેચા બિનહરિફ વિજેતા થયા હતા
આ ચૂંટણીમાં 15 જનરલ સીટ, 2 મહિલા, 1 નાના સીમાંત ખેડૂત સહિત કુલ 20 બેઠક માટે મતદાન થશે. સરધાર સહકારી મંડળીમાં ડિપોઝિટરની સીટ પર શુક્રવારે સાંજે જ નિતીનભાઈ ઢાંકેચા બિનહરિફ થઈ ગયા હતા. આ બેઠક પર જે ઉમેદવાર ચૂંટણી લડે તેની પાસે મિનિમમ રૂ. 10 હજારથી વધુ ડિપોઝિટ હોવી જોઇએ. પરંતુ નિતીનભાઈની સામે જે ઉમેદવાર હતા તેને પોતાની અને તેના માતા બન્નેની મળીને ગણાવી હતી.જે નિયમ મુજબ માન્ય ગણાય નહિ.

ભાજપના સહકારી નેતા નીતિન ઢાંકેચા પહેલેથી જ બિન હરીફ થયા હતા
ભાજપના સહકારી નેતા નીતિન ઢાંકેચા પહેલેથી જ બિન હરીફ થયા હતા

સમાધાન માટેની બેઠક મળી, વચલો રસ્તો નામંજૂર ના રહ્યો ,એટલે ચૂંટણીની ફરજ પડી
સહકારી સૂત્રોના જાણવા મળતી વિગત મુજબ ચૂંટણી થતા પહેલા હરદેવસિંહ જાડેજા અને તેનું જૂથ અને સામે નાગદાનભાઈ ચાવડા અને તેના જૂથની એક બેઠક મળી હતી. જેમાં સમાધાન માટે સત્તાધારી જુથે જે બેઠક છે તેમાં બન્ને પક્ષના ઉમેદવાર આવે તે માટેની ઓફર કરી હતી. પરંતુ હરિફ જુથે આ ઓફર માન્ય રાખી ન્હોતી. જેને કારણે આ ચુંટણીનો જંગ જામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...