તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી કરનાર સગાની ધરપકડ:રાજકોટમાં સાત વર્ષની માસુમ ભત્રીજી સાથે ફુવાના અડપલાં, પત્ની જોઈ જતાં બચાવમાં પોતાના હાથે છરી ઝીંકી, સકંજામાં

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શરમજનક કૃત્ય કરીને દવાખાને જવાના બહાને નાસી છૂટેલા બે બાળકના પિતાને પોલીસે દબોચી લીધો

રાજકોટ શહેરમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં બે સંતાનના પિતા એવા ફુવાએ તેની સાત વર્ષની માસુમ ભત્રીજી સાથે જ અડપલાં કર્યા હતા અને બાદમાં પત્ની જોઈ જતાં બચવા માટે જાતે જ પોતાને હાથે છરી ઝીંકી અને પાટો બાંધવા જાવ છું કહીને નાસી ગયો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં તેને દબોચી લઈને કાયદાનું ભાન કરાવ્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ, મનહરપુરમાં રહેતા યુવાને ફરિયાદમાં તેના સંબંધી સુનિલ બાબુ ભરડવાનું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સંતાનમાં એક 7 વર્ષની દીકરી છે. જે ધો.2માં અભ્યાસ કરે છે. તા.11/2નાં રોજ બપોરના સમયે હું મારી રિક્ષા લઈ ન્યારા ગામે મિત્રનાં ઘરે ગયો હતો અને રાત્રે તેમના ઘરે રોકાયો હતો. બાદમાં બીજા દિવસે સવારના સમયે મારા ઘરે આવ્યો હતો. મારા ઘરે મારા બા અને બન્ને બહેનો હાજર હતા ત્યારે મનહરપુરમાં રહેતા નાના બહેને તને વાત કરી હતી કે તા.11/2નાં રોજ સાંજનાં સમયે મારા પતિ સુનિલ ભરડવા અને મારો પુત્ર અને પુત્રી માતા પાસે આંટો મારવા આવ્યો હતાં અને ત્યારે મારા પતિ સુનિલ જેઓ મારા સંતાનો અને તારી પુત્રીને લઈ અમારા ઘર પાસેના બગીચામાં લઈ ગયો હતો. ત્યારબાદ હું ઘરે જતાં મારી દીકરી અને પુત્ર ઘરની બહાર રમતા હતા.

જ્યારે મારા પતિ તારી પુત્રી સાથે અંદરના રૂમમાં હતા, જેથી રૂમમાં જઈને જોતા મારો પતિ સુનિલ તારી પુત્રીને શારીરિક અડપલાં કરતો હોય જેથી હું જોઈ જતાં તેમણે મને કહેલું કે મને માફ કરી દે. મારાથી ભૂલ થઈ ગઈ છે. તું આ વાત કોઈને કહેતી નહીં જેથી હું તેમને બોલતા તેમજ બા તેમને સમજાવવાં જતા પતિ સુનિલ ઉશ્કેરાઈ ગયા અને છરી પોતાના ડાબા હાથમાં મારી દીધેલી અને પાટો બાંધવા જાવ છું તેમ કહી જતા રહ્યાં હતાં. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકનાં પીઆઈ એ.એસ.ચાવડાની રાહબરીમાં સુનીલ બાબુભાઈ મિશ્રાને સકંજામાં લઈ પુછતાછ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો