ક્રાઇમ:ઘરેથી નીકળી ગયેલી ભાણેજની તપાસમાં ગયેલા કાકા-ભત્રીજા પર મામાનો હુમલો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારખાનેદારને અજાણ્યા ફોન પર જાનથી મારી નાખવાની ધમકી

શહેરમા રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા કુલદીપસિંહ મહેન્દ્રસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની બહેન મંગળવારે સવારે ઘરે આવી ભાણેજ ઘરેથી કોઇને કહ્યાં વગર નીકળી ગયાની વાત કરી હતી. જેથી ભાણેજ નજીક રહેતા ક્રિષ્નાબેનને ત્યાં હોવાની શંકા જતા પોતે ભત્રીજા સાથે ક્રિષ્નાબેનના ઘરે તપાસ કરવા ગયા હતા. દરમિયાન ઘરે પહોંચતા ક્રિષ્નાબેને તમારી ભાણેજ અહીં નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. મામલો વધુ બિચકતા ક્રિષ્નાબેને રવિ ઉર્ફે કલુ આહુજા સાથે મળી પથ્થરોના ઘા કરી પોતાને અને ભત્રીજાને ઇજા પહોંચાડી બંને ઘરમાં ઘૂસી ગયા હતા.

અન્ય એક બનાવમાં ગોંડલ રોડ પર રહેતા જસ્મિનભાઇ તલસાણિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સોમવારે સાંજે ઢેબર રોડ પર ફૈબાના દીકરાના ગેરેજ પર બેઠા હતા. ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. તે ઉપાડતા જ સામે વાળી વ્યક્તિએ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. કોણ બોલો છો તેવું પૂછતા તને મારી જ નાખવો છેની ધમકી આપી ફોન કાપી નાખ્યો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...