તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:3 માસનું ભાડું નહીં મળતા માલિકે બ્યુટીપાર્લરમાં તોડફોડ કરી 28 લાખનું નુકસાન કર્યું

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનને કારણે ધંધા ઠપ થઇ જવાથી ત્રણ મહિનાનું ભાડું ચૂકવી નહીં શકનાર યુવતીના બ્યુટીપાર્લરમાં માલિકે તોડફોડ કરી રૂ.28 લાખની નુકસાની કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સાયપર ગામે રહેતી બ્યુટિશિયન સેજલ પંકજભાઇ ચાવડાએ મકાનમાલિક વિંકલ હસમુખભાઇ પરસાણા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, તે માતા-પિતા, ભાઇ-બહેન અને પુત્ર સાથે સાયપર રહે છે. અને ગુજરાન ચલાવવા માટે નાનામવા મેઇન રોડ, રોયલ એવન્યૂ શેરી-2માં રોયલ એલેન્ઝા નામના એપાર્ટમેન્ટના પહેલા માળે હસમુખભાઇ પરસાણા પાસેથી 2019માં દોઢ લાખના ભાડા પેટે ત્રણ વર્ષ માટે હોલ ભાડે રાખી બ્યુટીપાર્લર શરૂ કર્યું હતું. અને સમયસર ભાડું ચૂકવતી હતી. પરંતુ મહામારીને કારણે લોકડાઉનમાં પાર્લર બંધ કરવું પડતા આર્થિક પરિસ્થિતિ ખરાબ થઇ હતી. જેને કારણે હોલ માલિક વિંકલને ત્રણ મહિનાનું રૂ.6 લાખ ભાડું ચૂકવી શકી ન હતી. જેથી વિંકલે પોતાનું પાર્લર બંધ કરાવી દીધું હતું.

દરમિયાન ગત તા.7ની બપોરે પોતે બ્યુટીપાર્લરે જતા પાર્લરને પોતે લગાવેલા તાળાંને બદલે બીજા તાળાં જોવા મળ્યા હતા. તેમજ પાર્લરની બારી ખુલ્લી જોવા મળી હતી. અંદર નજર કરતા પાર્લરનું તમામ ફર્નિચર, પીઓપી, લાઇટ ફિટિંગ, પાર્લરની ચીજવસ્તુઓ તૂટેલી હાલતમાં નજરે પડી હતી.

આ જ સમયે હોલ માલિક વિંકલ ત્યાં આવતા આમ કરવાનું કારણ પૂછ્યું હતું. જેથી તેને મારે ભાડાના રૂપિયા વસૂલ કરવાના હતા. જે મેં તોડફોડ કરી વસૂલી લીધા છે અને તારા પાર્લરની અંદર રહેલા તમામ દસ્તાવેજો હતા તે મારી પાસે છે. અને જ્ઞાતિ અંગે હડધૂત કરી હતી. જે અંગે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસટીએસસી સેલને સોંપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો