તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:UGCએ પૂછ્યું ઓનલાઈન કાર્યક્રમ કરશો? યુનિવર્સિટી હા કહેવાનું ભૂલી ગઈ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોફેસરો શોર્ટ ટર્મ કોર્સ અને રિફ્રેશર કોર્સ કરવાની તક ગુમાવે તેવી ભીતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજીસી એચઆરડીસીના અધ્યાપકોના પ્રવાસનો વિવાદ હજુ ઉકેલાયો નથી ત્યાં એચઆરડીસીના ડાયરેક્ટર ઓનલાઇન કાર્યક્રમ યોજવાની યુજીસીને કન્સર્ન આપવાનું ચૂકી ગયા છે. 

તેની વિગતો અને ટાઇમટેબલ આપો’ તેની માહિતી ‘એચઆરડીસી ડાયરેક્ટર ગ્રૂપ’ વોટ્સએપ ગ્રૂપમાં માગી હતી

યુજીસીએ દેશની 66 એચઆરડીસીને ઓનલાઇન કાર્યક્રમો તમે કરવા માગો છો? ક્યાં કાર્યક્રમો તમે ઓનલાઇન કરવા માગો છો? તેની વિગતો અને ટાઇમટેબલ આપો’ તેની માહિતી ‘એચઆરડીસી ડાયરેક્ટર ગ્રૂપ’ વોટ્સએપ ગ્રૂપમાં માગી હતી.  જે માહિતી આપવાનું એચઆરડીસીના ડાયરેક્ટર ડો.કલાધર આર્ય ચૂકી ગયા હતા. યુજીસીને દેશની 37 સંસ્થાએ મંજૂરી આપી હતી જ્યારે 29 એચઆરડીસીએ તેની કન્સર્ન ન આપતા તેમને પણ ઓનલાઇન કાર્યક્રમ માટેની કન્સર્ન આપવા જોઇન્ટ સેક્રેટરી અર્ચના ઠાકોરે જણાવ્યું હતું. એચઆરડીસીની આ બેદરકારીથી  જે અધ્યાપકો પોતાની ઘરે કે કોલેજે બેસીને ઓ.પી., રિફ્રેશર કોર્સ કે શોર્ટ ટર્મ પ્રોગ્રામ કરવાની તક ગુમાવે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

હું જે ગ્રૂપમાં મેમ્બર છું તેમાં મેસેજ આવ્યો ન હતો

યુજીસીના 2020-21ના નવા 18 કોર્સનું એલોટમેન્ટ કરી દીધું છે અને તે મુજબ એપ્રિલમાં એક ઓનલાઇન કાર્યક્રમ યોજી નાખ્યો છે, પરંતુ હવે આખા વર્ષના ઓનલાઇન કાર્યક્રમ માટે યુજીસીએ ‘રેગ્યુલર ડાયરેક્ટર ફેમિલી’ ગ્રૂપના બદલે ‘એચઆરડીસી ડાયરેક્ટર ગ્રૂપ’માં મેસેજ મુક્યો હતો જેમાં હું મેમ્બર ન હોવાથી કન્સર્ન આપી શક્યા ન હતા. આનાથી અધ્યાપકોને કોઇ નુકસાન જશે નહીં ખોટો વિવાદ કરાયો છે.- ડો .કલાધર આર્ય, ડાયરેક્ટર

અન્ય સમાચારો પણ છે...