બિઝનેસ:યુગાન્ડાના ઉદ્યોગપતિઓએ રાજકોટની મુલાકાત લીધી, એક વર્ષમાં 100 કરોડથી વધુનો વેપાર થવાની સંભાવના

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશીઓએ ઓક્સિજન પ્લાન્ટ, ડેરી મશીનરી, ઓઈલમિલ મશીનરીના ઉદ્યોગમાં રસ દાખવ્યો

એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતા રાજકોટનો વેપાર મોટાભાગના દરેક દેશ સાથે છે. ત્યારે હવે આગામી દિવસોમાં વધુ એક દેશ સાથે વેપાર શરૂ થવા જઇ રહ્યો છે. યુગાન્ડાના વેપારી- ઉદ્યોગપતિએ રાજકોટના ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. જેને કારણે રાજકોટનો યુગાન્ડા સાથેનો વેપાર રૂ.100 કરોડ થવાનો અંદાજ છે. યુગાન્ડાના વેપારી પ્રતિનિધિ મંડળે ઓક્સિજન પ્લાન્ટ, હોસ્પિટલ ફર્નિચર, હોસ્પિટલ ઈક્વિપમેન્ટસ, ડેરી મશીનરી, આઈસક્રીમ પ્લાન્ટ, મિનરલ વોટર, ઓઈલમિલ મશીનરી વિવિધ પ્રકારની ગ્રાઈન્ડિંગ મશીનરીના વેપાર ઉદ્યોગમાં રસ દાખવ્યો છે. સિરામિક ઉદ્યોગ શરૂ કરવાની રજૂઆત પણ થઈ હતી.

આ અંગે સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઇ તેજુરાના જણાવ્યાનુસાર યુગાન્ડાના પ્રતિનિધિ મંડળે અમદાવાદ, રાજકોટ, મોરબી, ભાવનગર, ગોંડલ, જસદણ સહિત એમ અલગ- અલગ શહેરના ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં યુગાન્ડાનું પ્રતિનિધિમંડળ ફરી રાજકોટ આવશે. તેની સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં પણ જોડાશે. આ વેપાર મેળાની અંદાજિત 300 વિદેશી ડેલિગેશન મુલાકાત લે તેવી સંભાવના સેવાઇ રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ આખા વિશ્વભરમાં જાણીતો છે. ત્યારે યુગાન્ડા સાથે સિરામિક ઈન્ડસ્ટ્રીઝનો વેપાર વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...