ફરિયાદ:ત્યક્તાને લગ્નની લાલચ આપી શરીરસંબંધ બાંધી તરછોડી દીધી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે સંતાનની માતાને સોશિયલ મીડિયાથી યુવક સાથે સંપર્ક થયો’તો

લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના અને બળજબરી કરી દુષ્કર્મ આચરવાના બનાવો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. આવા જ એક વધુ બનાવમાં ત્યક્તાને લગ્નની લાલચ આપી વારંવાર શરીરસંબંધ બાંધ્યા બાદ પ્રેમીએ લગ્ન નહિ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.

રજની (નામ ફેરવ્યું છે) નામની ત્યક્તાએ પાટીદાર ચોક, નંદનિકેતનમાં રહેતા જય ઇશ્વરભાઇ ભાલોડિયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના અગાઉ બે લગ્ન થયા હતા. બંને સાથે મનમેળ નહિ થતા છૂટાછેડા લઇ લીધા હતા. બંને લગ્ન થકી બે દીકરી છે અને હાલ પોતે માતા સાથે રહીએ છીએ.

દરમિયાન સોશિયલ મીડિયા મારફતે એક વર્ષ પહેલા જય સાથે સંપર્ક થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તેને પોતાની સંપૂર્ણ વિગત જણાવી હતી. અને તેને પણ તેની પત્ની સાથે મનમેળ ન હોય છૂટાછેડાનો કેસ ચાલતો હોવાની વાત કરી હતી. બાદમાં જયે છૂટાછેડા થયા બાદ તે પોતાની સાથે લગ્ન કરશે તેમ કહી પોતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે તેને લગ્નનું કહેતા તેને મૈત્રીકરાર કર્યા હતા. અને તે લગ્ન કરવા જ છે તેમ કહી પોતાની સાથે અનેક વખત શરીરસંબંધ બાંધતો હતો. એટલું જ નહિ તેને લગ્નની વાત કરું તો તે ફિનાઇલ પી જવાની ધમકી દેતો હતો.

ત્યાર બાદ ગત ઓક્ટોબર મહિનામાં સેવા કરાર કર્યા બાદ પોતે જયના ઘરે ગઇ હતી. જ્યાં તેના માતા-પિતાએ પણ લગ્ન કરાવી દેવાની વાત કરી હતી. દરમિયાન દસ દિવસ પહેલા ફરી જયને લગ્ન ક્યારે કરવા છે તેવું કહેતા તેને હવે કોઇ લગ્ન કરવાના થતા નથી તેમ કહી પોતાને તમાચા ઝીંકી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા હતા. તેના અને પોતાના જન્મદિવસે તે બહારગામ લઇ જઇ ત્યાં શરીરસંબંધ બાંધતો હતો. ત્યાર બાદ જય અને તેની માતા સાથે ઝઘડો થયો હતો.

જેથી જયના પપ્પાએ તારે જવું હોય તો જતી રહે તેમ કહેતા પોતે માતાના ઘરે આવી ગઇ હતી. ત્યાર બાદ પણ જયને લગ્નનું કહેતા તેને લગ્ન કરવા નથીનું રટણ રટ્યું હતું. આમ પોતાને પત્ની તરીકે રાખવાનું વચન આપી શરીરસંબંધ બાંધી તરછોડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...