હિટ એન્ડ રન:રાજકોટ-ભાવનગર હાઇવેના વીરનગર પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોત

રાજકોટ2 મહિનો પહેલા
અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો - Divya Bhaskar
અકસ્માતમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
  • મૃતક જેનિશના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા
  • બંને મૃતકોના પરિવારોમાં માતમ છવાયો

રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા વીરનગર પાસે હીટ એન્ડ રનની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માતમાં ફોર વ્હીલરચાલકે એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું
અકસ્માતમાં કારને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું

એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો
મળતી માહિતી પ્રમાણે, વીરનગર પાસે ફોર વ્હિલરચાલકે એક્ટિવાચાલકને એડફેટે લીધી હતી. જેમાં એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્યારે એક્ટિવા સવાર બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

મૃતકોના નામ
1. જેનિશ હરેશભાઈ બરવાળીયા
2. કેનિલ હિતેશભાઈ પરસાણા

એકના બે મહિના પહેલાં લગ્ન થયા હતા
હાલ બંને યુવકોના પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃતક જેનિશ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને હજુ બે મહિના પહેલાં જ તેનાં લગ્ન થયા હતા. હાલ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.