મારામારીના LIVE દૃશ્યો:રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારી, છરી વડે હુમલો થતા 2 યુવાન ઘાયલ, CCTV વાયરલ

રાજકોટ2 મહિનો પહેલા
  • પ્રાથમિક તપાસમાં પરપ્રાંતીય યુવતીના પ્રેમસબંધ મામલે ઝગડો થયો હોવાનું સામે આવી રહ્યું છે

રાજકોટ શહેરમાં ફરી એક વખત ખુલ્લેઆમ છરી વડે ધીંગાણાંની ઘટના સામે આવી છે. જેમાં શહેરના ત્રિકોણબાગ ચોક ખાતે ગઇકાલે રાત્રીના 11:45 વાગ્યા આસપાસ બે પરપ્રાંતીય જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા બે યુવકને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ મામલે એ ડિવિઝન પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.

બે યુવાનો ઘવાયા
રાજકોટ શહેરમાં ફરી એક વખત છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે રાત્રીના 11:45 વાગ્યે ત્રિકોણ બાગ ચોક ખાતે બે પરપ્રાંતીય જૂથ સામ સામે આવી ગયા હતા અને છરી વડે હુમલો કરવામાં આવતા બે યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા સ્પષ્ટ જોઇ શકાય છે કે બે જૂથ ઉભા હોય અને અચાનકથી ઝપાઝપી અને મારામારી શરૂ થઇ જાય છે જેમાં બે યુવાનને છરી લાગી જતા ઇજા પહોંચી હતી.

પોલીસ ફરિયાદ નોંધાઇ નથી
પ્રાથિમક તપાસમાં પરપ્રાંતીય યુવાન અને યુવતીના પ્રેમસબંધ મામલે ઝગડો થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ મારામારીની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ થઈ ગઈ હતી.તેના આધારે પોલીસે રોહિત મોતી સિંગ વિશ્વકર્મા, દિનેશ સંજય ટમટા,જય ગિરીશ વિશ્વકર્મા અને યોગેશ વિનું ચોહાણ,અનિલ પુરણભાઈ સોની,અરુણ પુરણભાઈ સોનીની ધરપકડ કરી છે.