તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સિવિલ હોસ્પિટલે જુદા જુદા બે ગામમાંથી બે યુવતી આવી હતી. બંને યુવતીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ તબીબી પરીક્ષણમાં બંને સગર્ભા હોવાનું ખુલ્યું હતું. કુવાડવા પંથકમાં રહેતી 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેમજ બ્લીડિંગ થતાં તેને પરિવારજનો સિવિલ હોસ્પિટલે લઇ આવ્યા હતા. યુવતીનું ઝનાના હોસ્પિટલના તબીબોએ પરીક્ષણ કરતાં યુવતીને ચાર માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું. કુંવારી યુવતી સગર્ભા હોવાનું ખૂલતા જાણ કરાતા કુવાડવા પોલીસ પણ હોસ્પિટલે પહોંચી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિહારની યુવતી તેના પરિવાર સાથે રહે છે અને કારખાનામાં કામ કરે છે, યુવતી સાથે જ કામ કરતાં યુવક સાથે પ્રેમસંબંધ હોવાથી યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા અને તેને કારણે યુવતી સગર્ભા થઇ હતી અને ગર્ભપાત માટે ગોળી લેતા બ્લીડિંગ થયું હતું. પ્રેમીએ લગ્ન કરવાની ખાતરી આપતાં હાલતૂર્ત તો પોલીસ ફરિયાદ અટકી હતી.
પરપ્રાતિય યુવક સાથે પ્રેમસંબંધ
ગોંડલ પંથકની 20 વર્ષની યુવતીને ગત તા.9ના પેટમાં દુખાવો ઉપડતાં તેને મેંગણી સરકારી દવાખાને લઇ જવાઇ હતી ત્યાંથી તબીબે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી સગર્ભા હોવાનું તબીબોએ કહેતા યુવતીના પરિવારજનો ચોંકી ગયા હતા, આ અંગે પોલીસ પૂછપરછ કરતાં યુવતીએ કહ્યું હતું કે, પોતે જ્યાં ખેતીકામ કરે છે તેની બાજુની વાડીમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય યુવક સાથે પ્રેમસંબંધ છે અને તેને કારણે પોતે સગર્ભા બન્યાનું કહ્યું હતું.
ભેસાણમાં રસોઇયાએ સગીરા પર દુષ્કર્મ આચરી માતા બનાવી
ભેંસાણના પરબમાં રસોઇ કરતો મૂળ સુરતનો સતીષ કાંતિભાઇ ચાંગેલા નામના શખ્સ ત્યાંજ બનાવેલી ઓરડીઓમાં રહે છે. આજ ઓરડીઓમાં ભાવનગરની વતની 4 બહેનો પણ રહે છે અને સફાઇ કામ કરે છે. આ 4 પૈકીની સગીર વયની એક બહેનને સતીષે 11 માસ પહેલાં પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ઓરડીએ બોલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહેતો હતો. જેને પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. અને ગત તા. 9 મેએ તેને પ્રસુતિની પીડા ઉપડી હતી. આથી 108 ને બોલાવાઇ હતી. 108 માં તેને જૂનાગઢ ખસેડાઇ રહી હતી ત્યારે રસ્તામાંજ તેણે બાળકને જન્મ આપ્યો હતો. આથી પોલીસે સગીરાની મોટી બહેનનું નિવેદન લઇ તેના આધારે સતીષ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો અને અાજે બપોરે તેને ઝડપી લીધો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.