તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાન મહાદાન:બે યુવાન 235 કિલોમીટર દૂરથી લોહી આપવા રાજકોટ આવ્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રક્તદાન મહાદાન આ સૂત્રને કોડીનારના સીંઘરાજ અને કડોદરા ગામે રહેતા બે યુવાને સાર્થક કર્યું છે. રાજકોટમાં થેલેસેમિક બાળકોને બ્લડની જરૂર હોવાની જાણ થતાની સાથે જ વિનોદભાઈ જાદવ અને જીગરભાઈ વાળાએ બાઈક પર બેસીને રાજકોટ આવીને રક્તદાન કર્યું હતું. 235 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપ્યું હતું. રક્તદાન કરનાર વિનોદભાઈ જાદવે જણાવ્યું હતું કે, જે થેલેસેમિક બાળકોને ઈમર્જન્સીમાં બ્લડની જરૂર છે તેનો જીવ બચી જાય તે માટે આ નિર્ણય કર્યો હતો.

આ તેમનું પહેલીવાર રક્તદાન છે અને હવે તેઓ નિયમિત રક્તદાન કરશે.જ્યારે ઘર પરિવારના લોકોને ખબર પડી તો તેમણે આ નિર્ણયને આવકાર્યો હતો. વિનોદભાઈ ખેતીકામ કરે છે અને જીગરભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. રાજકોટમાં બડાબજરંગ ગ્રૂપ થેલેસેમિક બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. ઓ પોઝિટિવ અને બી પોઝિટિવ બ્લડ નહિ મળતા લોકોને વોટ્સએપ મારફતે અપીલ કરી હતી. આ અપીલ વિનોદભાઈ જાદવ સુધી પહોંચતા તેમણે રાજકોટ આવીને રક્તદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...