તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપે ગઇકાલે 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર કર્યા હતા. આજે તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે રાજકોટ ભાજપમાં સૌથી નાની ઉંમરનાં બે મહિલા ડોક્ટર ઉમેદવારો સાથે DivyaBhaskarએ વાતચીત કરી હતી. વોર્ડ નં.15નાં ઉમેદવાર 26 વર્ષીય ડો.મેઘાવી સિંધવે જણાવ્યું હતું કે હું શિક્ષણ અને સફાઈ પર ભાર મૂકીશ. બીજાં 29 વર્ષીય ડોક્ટર મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ડોડિયાએ જણાવ્યું હતું કે હું ટ્રાફિક પર ભાર મૂકીશ,
પહેલા હું કોર્પોરેટર તરીકેની જવાબદારી નિભાવીશ-ડો.મેઘાવી સિંધવ
ડો.મેઘાવી સિંધવે જણાવ્યું હતું કે મારી ઉંમર 26 વર્ષ છે અને ડેન્ટિસ્ટ છું. રાજકોટના વોર્ડ નં.15માંથી ચૂંટણી લડી રહી છું. હું સૌથી વધારે શિક્ષણને પ્રાથમિકતા આપીશ. વોર્ડ નં.15માં સામાન્ય લોકોનાં બાળકોને શિક્ષણ મળે એ વિશે વાત કરવી બહુ જ જરૂરી છે. બીજી સમસ્યા સફાઈની છે, તો એના પર હું કામ કરીશ. રાજકોટની વાત કરીએ તો શિક્ષણ અને સફાઇ પર આપણે કામ કરવાની જરૂર છે. જો હું કોર્પોરેટર બની જઇશ તો મારી જવાબદારી ન ભૂલું અને ડેન્ટિસ્ટ તરીકેની પણ હું ફરજ નિભાવીશ, પરંતુ પહેલી પ્રાથમિકતા મારી કોર્પોરેટર તરીકેની રહેશે.
મારા વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા વધારે છે- રાજશ્રીબેન ડોડિયા
ડો.રાજશ્રીબેન કિશોરભાઇ ડોડિયાએ જણાવ્યું હતું કે મારી ઉંમર 29 વર્ષ છે. કોરોના મહામારીમાં મેં સેવા આપી હતી, આથી મારી સેવા બિરદાવીને મને પાર્ટીએ તક આપી છે. હું વોર્ડ નં.10માં ચૂંટણી લડી રહી છું. હું પૂરી રીતે કોર્પોરેટર તરીકેની ગર્વથી જવાબદારી નિભાવીશ તેમજ આગળ જતાં હું વોરિયર્સ તરીકે કામ કરીશ. મારા વોર્ડમાં ટ્રાફિકની સમસ્યા પર વધુ ભાર મૂકીશ. બાંધકામનાં કામો તો બહુ સારી રીતે થયાં છે, પરંતુ ટ્રાફિકની સમસ્યા પર હું પ્રકાશ પાડવા માગીશ.
રાજકોટમાં ભાજપના 72 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
રાજકોટમાં 18 વોર્ડના 72 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપના એક પછી એક ઉમેદવાર ઢોલના તાલે સભાસ્થળ પર પહોંચ્યા હતા. આ તમામ ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં બપોરે 12.39 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકરોએ પોલીસની હાજરીમાં રસ્તા પર માંડવા બાંધી દીધા હતા અને રસ્તો પણ વન વે કરી નાખ્યો હતો. પોલીસની હાજરીમાં જ ભાજપના કાર્યકરો ટોળે વળ્યા હતા અને દો ગજ કી દૂર ભૂલી નિયમોનો ઉલાળ્યો કર્યો હતો. મહત્ત્વનું છે કે નિયમો બનાવનાર જ નિયમોનો ભંગ કરી રહ્યા છે. સભાસ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પત્ની અંજલિબેન રૂપાણી પણ હાજર રહ્યાં હતાં.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.