• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Years Imprisonment For Forcing Student To Befriend In Dhoraji, Government Ordered To Pay Rs 2 Lakh Compensation To Victim

આવારા તત્વો વિરુદ્ધ દાખલારૂપ ચુકાદો:ધોરાજીમાં વિદ્યાર્થિનીને ફ્રેન્ડશીપ માટે દબાણ કરનારને બે વર્ષની કેદ,પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા સરકારને આદેશ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં લુખ્ખા અને આવારા તત્વોના દ્વારા છાત્રાઓની છેડતી કર્યાના અનેક બનાવ સામે આવ્યા છે. ઘણાં કિસ્સામાં તો નાની બાળાઓ અને યુવતીઓ પોતાના વાલીને અંગે ફરીયાદ પણ કરતી નથી અને છાત્રાઓ આ અંગે પોલીસને ફરીયાદ કરતા પણ સંકોચ અનુભવે છે. લુખ્ખા તત્વો ધુમ સ્ટાઇલમાં બાઇક ચલાવી પરીક્ષા છુટવાના સમયે છાત્રાઓની છેડતી કરીને નાસી જાય છે. ઉંચા અવાજે હોર્ન વગાડી રોમીયોગીરી કરતા તત્વોને જાહેરમાં સરભરા કરવા માંગ પણ અનેક વાર ઉઠી રહી છે. ત્યારે ધોરાજી કોર્ટે વિદ્યાર્થિનીને ફ્રેન્ડશીપ માટે દબાણ કરનારને બે વર્ષની કેદ, રૂ.10,000 દંડ અને સરકારને પીડિતાના પરિવારને બે લાખનું વળતર ચૂકવવા આદેશ આપી આવારા તત્વો વિરુદ્ધ દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

જીતેન્દ્ર અવાર-નવાર તેની પજવણી કરતો
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર 2019માં ભોગ બનનાર વિદ્યાર્થિનીના પિતાએ ધોરાજી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી કે તેમની દીકરી ધોરાજીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી એ સમયે આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણ તેમની દીકરીનો પીછો કરતો હતો અને શાળાએ થી પરત આવતી વેળાએ પાછળ-પાછળ જઈને મિત્રતા કરવા માટે દબાણ કરતો હતો. વિદ્યાર્થિનીએ કંઈ મચક આ આપતા જીતેન્દ્ર અવાર-નવાર તેની પજવણી કરીને તેને હેરાન પણ કરતો હતો ત્યારે આ બાબતે કંટાળી જઈ અને ભોગ બનનારે પોતાના માતા-પિતાને સમગ્ર બાબતે વાત કરેલ હતી અને તેના પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

દીકરી ભણવાનું મૂકી દે એટલી હદ સુધી હેરાન કરે છે
આ ફરિયાદને આધારે પોલીસે PSI કે.બી. સાંખલા દ્વારા આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી અને આ અંગેની ચાર્જશીટ કરેલું હતું અને આરોપી વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ કલમ 354 એ તથા પોક્સો એકટ મુજબ ફરિયાદ આપેલી હતી.આ કેસની ટ્રાયલ ચાલી જતા ભોગ બનનારની જુબાની તથા જન્મ તારીખના આધારો અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય પારેખની દલીલોને ધ્યાનમાં લઇ અદાલતે ગુનાની ગંભીરતા નોંધેલી હતી. જેમાં સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલમાં જણાવવામાં આવેલ કે પારેવા જેવી દીકરીઓ શાળાએ મુક્ત મને જઈ શકે અને પોતે સ્વતંત્ર રીતે ભણી શકે અને અભ્યાસ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવું તે સમાજની જવાબદારી છે જેમાં પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ કે લાગણીઓ માટે કોઈ દીકરીને હેરાન કરે અને દીકરી ભણવાનું મૂકી દે તેટલી હદ સુધી તેમની પાછળ-પાછળ જવામાં આવે તે વ્યાજબી નથી.

પોક્સો એકટ અનુસાર આરોપી સજાને પાત્ર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોક્સો એકટના નવા પ્રાવધાન અનુસાર કોઈપણ દીકરીની પાછળ-પાછળ જવું અને પીછો કરવું તે પણ ગંભીર ગુનો છે ત્યારે આ કિસ્સામાં તે પુરવાર થયો છે અને આરોપીએ આ ગુનો વારંવાર આચરેલો છે તેથી સખતમાં સખત સજા કરવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી જેથી સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને આ કેસની અંદર બે વર્ષની સજા તથા રૂપિયા દસ હજાર દંડ ફરમાવેલ છે.

બે લાખ વળતર ચૂકવવા પણ સરકારને આદે
આ આરોપી જીતેન્દ્ર નથુભાઈ ચૌહાણને અગાઉ પણ ધોરાજી એડિશનલ સેશન્સ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ ભારતીય દંડ સહિતા કલમ 307ના કિસ્સામાં સજા ફટકારેલી છે. જેમાંથી હાલ તે જામીનમુક્ત છે ત્યારે આ સજા થતાં ભોગ બનનારને રૂપિયા બે લાખ વળતર ચૂકવવા પણ સરકારને આદેશ કરેલ હોવાનું પણ સામે આવ્યું છે.