લુખ્ખા તત્વો બેફામ:રાજકોટમાં ઓવરબ્રિજ પર ચાલુ ટુ વ્હીલરે યુવાને ફટાકડા ફેંક્યા, સોશિયલ મીડિયામાં લખ્યું હેપી દિવાળી, વીડિયો વાયરલ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફટાકડા ફોડનાર અને વીડિયો ઉતારનારની શોધખોળ હાથ ધરી
  • શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો દ્વારા શાંતિ ડહોળવા પ્રયત્ન

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ઓવરબ્રિજનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જેમાં ટુ વ્હીલર પર સવાર યુવાને ચાલુ વાહને રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા અને ચાલુ વાહને આકાશ પર ફટાકડા ફેંકી સોશિયલ મીડિયામાં હેપી દિવાળી લખ્યું હતું. આ વાયરલ વીડિયો અંગે પોલીસે ફટાકડા ફોડનાર અને વીડિયો ઉતારનારની શોધખોળ હાથ ધરી છે.

રંગીલા રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયત્ન
રાજકોટ શહેરમાં લુખ્ખા અને આવારા તત્વો દ્વારા રંગીલા રાજકોટની શાંતિ ડહોળવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રાત્રીના 1 વાગ્યા બાદ જાહેર રસ્તા પર ઓવરબ્રિજ ખાતે ટુ વ્હીલર લઇ પસાર થતા યુવાને ફટાકડા ફોડ્યા હતા જે વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. સોશિયલ મીડિયા પર નીલ તન્ના નામના યુવાનના એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો હાલ પોલીસે આ વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. જેમાં વીડિયો કોને ઉતાર્યો અને ફટાકડા કોના દ્વારા ફોડવામાં એ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ગત સપ્તાહે રાત્રીના સમયે આવો જ બનાવ બન્યો હતો
ગત સપ્તાહે રાત્રીના સમયે આવો જ બનાવ બન્યો હતો

7 દિવસ પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે રાજકોટના સરદાર નગર મેઈન રોડ પર ગત સપ્તાહે રાત્રીના સમયે એક મરૂન કલરની અલ્ટો કાર નંબર MH-06-AL-1416 પસાર થતી હતી તેમાં સવાર લોકો ચાલુ કારે રસ્તા પર ફટાકડા ફોડી લોકોને પરેશાન કરતા હતા જે અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કાર નંબર અને સીસીટીવી ફૂટેજ એકત્ર કરી મહેશ માવાણી અને સોહીલ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.