ક્રાઇમ:ઓનલાઇન ખરીદી કરનાર બે વિદ્યાર્થીએ 2.27 લાખ ગુમાવ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર પોલીસ વિદ્યાર્થીઓને રકમ પરત અપાવી

સોશિયલ મીડિયાના માધ્યમથી બે વિદ્યાર્થી સાથે નાણાકીય છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ સાયબર ક્રાઇમના પીઆઇ વાળાએ જણાવ્યું કે, કુવાડવા રોડ, અંબિકા પાર્ક-1માં રહેતા ગૌતમ ખોડીદાસ બાંભોલિયા અને શ્રીનાથપાર્ક-1માં રહેતા સાહિલ વિજયભાઇ કાકડિયા નામના બે વિદ્યાર્થીએ પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની અરજી આપી હતી. ફેસબુક, વોટ્સએપના માધ્યમથી ઓનલાઇન એપ્લિકેશન ટાસ્કમાં રજિસ્ટ્રેશન કર્યું હતું. જેમાં વર્ચ્યુઅલ ખરીદી કરી કમિશન મેળવવાનું જણાવાયું હતું.

વર્ચ્યુઅલ ખરીદી કર્યા બાદ તેમને પ્રોડક્ટ તે જ સમયે મળતી ન હતી, પરંતુ તેમને તે ખરીદીનું કમિશન મળતું હતું. જ્યારે પ્રોડક્ટની ખરીદી કરતી વખતે તેમની પાસેથી ઓનલાઇન નાણાં લઇ લેવામાં આવ્યા હતા. આમ કટકે કટકે બેંક એકાઉન્ટમાંથી ગૌતમના ખાતામાંથી કુલ રૂ.1,09,289 અને સાહિલના ખાતામાંથી કુલ રૂ.1.18 લાખ ઉપડી ગયા હતા. બંને વિદ્યાર્થીના ખાતામાંથી કુલ રૂ.2,27,289ની રકમ ઉપડી ગઇ હતી. સાયબર પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ગેટવે મેલના માધ્યમથી બંને વિદ્યાર્થીઓના રૂપિયા જે એકાઉન્ટમાં હતા. ત્યાંથી પરત મેળવી અપાવ્યા હતા.તકેદારી રાખવા સાયબર ક્રાઇમ પોલીસના એસીપી વી.એમ.રબારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...