તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એલિમેન્ટલ ગ્રીન ટેક:બે વિદ્યાર્થીએ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઈન બનાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજિસ્ટ્રેશન માટે અરજી

એ.વી.પી.ટી. ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી કાર્તિક સુરુ અને જીગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઇસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઈન બનાવી છે અને તેની પેટન્ટ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

વિદ્યાર્થી કાર્તિક સુરુએ જણાવ્યું કે, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને 25 હજારની સહાય અપાઇ. જેની મદદથી અમે બંનેએ અમારા આ સ્ટાર્ટઅપની ભારતમાં પેટન્ટ માટે “એલિમેન્ટલ ગ્રીન ટેક’ દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે, આ પ્રકારના ડિવાઇસની ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...