તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનના લોકાર્પણ વખતે મોદી સાથે લાઈવ સંવાદ:ગુજરાતમાં ‘ટુ વે કોમ્યુનિકેશન’ માટે બે સાઈટ પસંદ કરાઈ, જેમાં એક રાજકોટ PDU સિવિલ હોસ્પિટલ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. તેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં એક સાથે કરવાના છે, પરંતુ રાજકોટથી વડાપ્રધાન સાથે સીધો સંવાદ થઈ શકશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી કદાચ રાજકોટના વેક્સિનેટર અથવા તો તેના લાભાર્થી સાથે ચર્ચા કરે એવી પણ શક્યતા છે. આ કાર્યક્રમનું રાજકોટના 10 સ્થળે જીવંત પ્રસારણ પણ થશે.

ગુજરાતમાં વડાપ્રધાન મોદી સાથે ટુ વે કોમ્યુનિકેશન માટે બે સ્થળ પસંદ કરાયા છે, જેમાંથી એક રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજ છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના જણાવ્યા અનુસાર, રાજ્ય કક્ષાએથી હાલ આ સ્થળ નક્કી થયું છે, પરંતુ હજુ કન્ફર્મેશન આવવાનું બાકી છે. પરંતુ હાલ અમે સંવાદ થશે તેમ માનીને તૈયારી કરી રહ્યા છીએ.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જ્યાં ડ્રાય રન થયું ત્યાં જ સ્ક્રીન મુકાશે અને વેક્સિનેશન કરાશે. આ દરમિયાન પીએમ રાજકોટના વેક્સિનેટર, વેક્સિનના પ્રથમ લાભાર્થી અથવા તો અધિકારીઓ સાથે વેક્સિન અંગે ચર્ચા કરી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ રાજકોટ આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser