રાજકોટમાં લૂંટારાઓ બેફામ:રામનાથપરા નજીક આંગડિયા પેઢીના મેનેજરને આંતરી બે લૂંટારાએ રૂ.19 લાખની લૂંટ ચલાવી, શહેરભરમાં નાકાબંધી

રાજકોટ24 દિવસ પહેલા

રાજકોટ શહેરમાં સરાજાહેર લૂંટની ઘટના સામે આવી છે. જેમાં સોની બજારમાં પી મગનલાલ નામે આંગડિયા પેઢીના મેનેજર પાસેથી બે લૂંટારુઓ રામનાથપરા નજીક રૂ.19 લાખ થી વધુની રોકડ રકમની લૂંટ ચલાવી થયા ફરાર થયા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને લૂંટનો ભોગ બનનાર આંગડિયા પેઢી માલિકની પુછપરછ શરૂ કરી હતી.

સરાજાહેર લૂંટની ઘટના બની
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રામનાથ પરાના કપિલા હનુમાન મંદિર પાસે, કેશવ કુંજ એપાર્ટમેન્ટ નજીક સરાજાહેર લૂંટની ઘટના બની હતી. જેમાં સોની બજારમાં આવેલી પી. મગનલાલ એન્ડ સન્સના રૂ.19 લાખથી વધુની રકમ લઈને પેઢીના મેનેજર રજનીકાંતભાઈ પંડ્યા કેશવ કુંજ એપાર્ટમેન્ટ ખાતે આવેલા પોતાના ઘરે આવ્યા હતા.

ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા.
ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા.

પોલીસકાફલો દોડી ગયો
તેઓ ચોથા માળે રહેતા હોવાથી ઉપર ફ્લેટમાં જઈ રહ્યા હતા ત્યાં 2 બુકાની ધારી શખ્સો ધસી આવ્યા હતા. અને બન્ને કેશવ કુંજ એપાર્ટમેન્ટમાં ઉપર ચડી રજનીકાંતભાઈની બેગ ઝુંટવી ફરાર થયા હતા. બનાવના પગલે ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને એ.ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો છે.