બૂટલેગરો પર દરોડો:રાજકોટના ત્રંબા ગામની વાડીમાં કટિંગ સમયે જ પોલીસ ત્રાટકી, 8.59 લાખની 2112 વિદેશી દારૂની બોટલ સાથે બે સગા ભાઈની ધરપકડ

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાડીએ બૂટલેગરોએ ટાટા 407માં દારૂ લાવ્યા હતા. - Divya Bhaskar
વાડીએ બૂટલેગરોએ ટાટા 407માં દારૂ લાવ્યા હતા.
  • દરોડા દરમિયાન એક શખસ ભાગી છૂટ્યો, પોલીસે શોધખોળ હાથ ધરી

રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા ત્રંબા ગામની વાડીમાં વિદેશી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમીને આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વિદેશી દારૂનો રૂ.8.59 લાખનો 2112 બોટલ સાથે જથ્થો પકડી કુલ રૂ.14.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તરીકે બે સગા ભાઈની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર પોલીસ દ્વારા દારૂ જુગારની ડ્રાઇવ દરમિયાન શહેર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃતિ અટકાવી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રાજકોટની ભાગોળે ત્રંબા ગામની સીમમાં વૃંદાવન ફાર્મ હાઉસની બાજુમાં આવેલી રામજીભાઇ પટેલની વાડીમાં દરોડો પાડી બે શખ્સોને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે.

પોલીસે બંને ભાઈની ધરપકડ કરી.
પોલીસે બંને ભાઈની ધરપકડ કરી.

બે સગા ભાઈ જ દરૂનું કટિંગ કરતા હતા
ઝડપાયેલા શખસોની પૂછપરછ કરતા ભાવેશ વિરજીભાઇ રાઠોડ અને જયેશ વિરજીભાઇ રાઠોડ નામ હોવાનું અને દારૂનું કટિંગ કરતા હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી હતી. દરોડા દરમિયાન માજોઠી નગરનો યુવરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા નાસી ગયો હતો. ભાવેશ અને જયેશ બંને સગાભાઈ છે. તેઓ વાડીમાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે 8.59 લાખ કિંમતની 2112 બોટલ વિદેશી દારૂ કબ્જે કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવી કોને આપવાનો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બંને શખસોને ભારતીય બનાવટની વિદેશી દારૂની 2112 બોટલ, ટાટા- 407 નં. GJ-03-BJ-3609 મળી કુલ રૂ.14,64,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે 2112 બોટલ કબ્જે કરી.
પોલીસે 2112 બોટલ કબ્જે કરી.

રતનપર ગામમાં 60 બોટલ સાથે એક ઝડપાયો
બીજી તરફ રાજકોટ SOG પોલીસ દ્વારા બાતમીના આધારે રાજકોટ-મોરબી હાઇવે પર રતનપર ગામના બસસ્ટેન્ડ નજીક એક બોલેરો પીકપવાન અટકાવી જૂનાગઢના શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી 60 બોટલ વિદેશી દારૂ મળી કુલ 94,000 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...