તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી લાવી મોત:ત્રંબામાં ધુળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડેલા રાજકોટના બે યુવાનના ડૂબી જતાં મોત, ગ્રામજનોએ મૃતદેહ બહાર કાઢ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • તહેવાર સમયે યુવાનોના મૃત્યુ થતા પરિવારમાં શોકની લાગણી

રાજકોટના ત્રંબામાં ધુળેટીના તહેવાર પર નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના મોત થયા છે. જેને પગલે ગ્રામજનોએ બન્નેના મૃતદેહ બહાર કાઢયા હતા. બન્ને યુવાનોના પરિવારમાં જાણ થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સાત યુવાનો નદીમાં ડૂબ્યા હતા
બનાવની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે ચાર વાગ્યાની આસપાસ સાત યુવાનો ધૂળેટી રમ્યા બાદ નદીમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે યુવાનોના ડૂબી ગયા હતા. તેમને ડૂબતા જોઈ અન્ય મિત્રોએ આસપાસના ગ્રામજનોની મદદ માંગીને બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ ગ્રામજનો મદદે આવે ત્યાં સુધીમાં નદીમાં ડૂબી જવાથી બન્ને મિત્રોના મોત થયા હતા. સ્થાનિકોની મદદથી બન્ને યુવાનના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતકોમાં એક યુવાનનું નામ કમલેશ પ્રજાપતિ અને બીજા યુવાનનું નામ અર્જુન લક્ષ્મણભાઈ ભુવા છે. બન્ને આજી ડેમ ચોકડી પાસે આવેલા રામ પાર્કના રહેવાસી છે.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે 108 અને પોલીસને જાણ કરતા પોલીસ તથા 108 EMT દિવ્યાબેન બારડ અને પાયલોટ મનસુખભાઈ એમ્બ્યુલન્સ સાથે દોડી ગયા હતા. બનાવના પગલે આજી ડેમ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે. અને પંચનામું તથા જરૂર કાગળ કાર્યવહી થયા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાશે. યુવાનો કઈ રીતે ડૂબ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો