તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલચ મોંઘી પડી:રાજકોટના બે વેપારીને સસ્તામાં સોપારી માટે મથુરા બોલાવી કારમાં હરિયાણા લઇ જઇ ગોંધી રાખી રૂ.10.50 લાખની ખંડણી વસૂલી

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભોગ બનનાર સોપારીના વેપારીઓ. - Divya Bhaskar
ભોગ બનનાર સોપારીના વેપારીઓ.
 • વોટ્સએપમાં સોપારીના સેમ્પલ મોકલી કિલોમાં 100 રૂપિયાનો ભાવફેર આપી વેપારીને ફસાવ્યા
 • રાજકોટથી ગેંગનો શખ્સ ટ્રેનમાં બાજુમાં બેઠો’તો : રેલવે સ્ટેશન ઉતરતાં જ ગાડીમાં ફાર્મહાઉસ જવાનું જુઠ્ઠાણું કહ્યું’તું

શહેરના કરણપરામાં પ્રિતા સોપારી એજન્સી નામે પેઢી ધરાવતા વેપારીને સસ્તામાં સોપારી આપવાની લાલચ આપી મથુરા બોલાવી વેપારી અને તેના પિતરાઇને હરિયાણાના કોઇ ગામમાં ગોંધી રાખી હરિયાણાની ગેંગે રૂ.10.50 લાખની ખંડણી વસૂલી હતી. હરિયાણાથી પરત આવેલા બંને ભાઇઓ હજુ પણ થરથરી રહ્યા છે.

કરણપરામાં સોપારીનો વેપાર કરતાં નિલેશભાઇ મનુભાઇ પરમારે (ઉ.વ.45) ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, 13 જાન્યુઆરીના તેમના વોટ્સએપ પર અમિત ગુપ્તા નામેથી હાઇનો મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સોપારીના વેપારી તરીકે આપી હતી. રાજકોટમાં સોપારીના ભાવ કિલોના રૂ.450 થયા હતા ત્યારે શખ્સે મથુરામાં પોતે સોપારીનો વેપાર કરે છે અને તેણે વોટ્સએપ પર સોપારીના ફોટા મોકલ્યા હતા અને રૂ.350ની કિલોના ભાવે 65 કિલોના બાચકા આપવાની તૈયારી બતાવી હતી. કિલોએ રૂ.100નો ફર્ક હોવાથી નિલેશભાઇએ 10 બાચકા ખરીદવા મથુરા જવા તૈયારી બતાવી હતી અને તા.3ના તેમની તથા તેમના પિતરાઇ અતુલભાઇ મુળજીભાઇ પરમારની ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી.

તા.3ના નિલેશભાઇ અને અતુલભાઇ ટ્રેનમાં બેસી મથુરા જવા નીકળ્યા હતા. તા.4ના વહેલી સવારે મથુરા રેલવે સ્ટેશને ઉતર્યા તે સાથે જ અમિત ગુપ્તાનો ફોન આવ્યો હતો અને હોટેલમાં ઉતરવાની જરૂર નથી, મથુરાથી 20 કિ.મી.દૂર તેમનું ફાર્મહાઉસ છે ત્યાં કારમાં તેમને લઇ જવાશે તેમ કહ્યું હતું અને બે શખ્સ કાર લઇને પહોંચી ગયા હતા. ચાલકે હરિયાણાના કોઇ ગામમાં એક મકાનમાં લઇ ગયા હતા.

બંને ભાઇ મકાનના રૂમમાં પહોંચ્યા તે સાથે જ કારમાં આવેલા બે અને અન્ય ત્રણ શખ્સ રૂમમાં ઘૂસી ગયા હતા અને નિલેશભાઇ તથા અતુલભાઇને મારકૂટ શરૂ કરી હતી. મેસેજ કરનાર અમિત ગુપ્તા નામના શખ્સે જીવતા જવું હોય તો રૂ.25 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી,

બે કલાક સુધી રકઝક કર્યા બાદ રૂ.10.50 લાખમાં સોદો નક્કી થયો હતો, આંગડિયા મારફતે દિલ્હીમાં પૈસા પહોંચાડવાની અપહરણકારોએ શરત રાખી હતી. નિલેશભાઇએ માધવ મગન આંગડિયાના સંચાલકને ફોન કરી દિલ્હીના ચાંદની ચોકમાં આવેલી તેમની બ્રાંચથી રૂ.10.50 લાખ અપાવવાનું નક્કી થયું હતું. હરિયાણાની ગેંગનો એક શખ્સ દિલ્હી આંગડિયા પેઢીમાં ગયો હતો ત્યાંથી તા.4ના 1.30 વાગ્યે રૂ.10.50 લાખ મેળવી લીધા હતા.

પૈસા મળ્યા બાદ વેપારીઓને મુક્ત કરવાનું નક્કી કરી આંખમાં પટ્ટી બાંધી કારમાં બેસાડી જયપુર નજીક લઇ જઇ બંનેને કારમાંથી ઉતારી દીધા હતા. બંને ભાઇઓ જયપુર બસ સ્ટેશને પહોંચ્યા ત્યાં સુધી કારમાં આવેલા બંને શખ્સ તેનો પીછો કરતા હતા, અને બંને ભાઇ બસમાં બેઠા ત્યાં સુધી રેકી ચાલુ હતી.

શનિવારે રાજકોટ આવ્યા ત્યારબાદ પણ હરિયાણાની ગેંગના શખ્સે ફોન કરી વધુ રૂ.2 લાખની માંગ કરી હતી. લૂંટારુ ગેંગનો ભોગ બનેલા બંને ભાઇ રાજકોટ પોલીસ સુધી પહોંચ્યા હતા, પરંતુ ગુનો મથુરાથી બન્યાનું કહી બંનેને વળાવી દીધા હતા. રાજકોટથી બંને ભાઇ ટ્રેનમાં બેઠા હતા ત્યારે તેમની બાજુમાં બેઠેલો શખ્સ પણ મથુરા ઉતર્યો હતો

ફોન પર સહેજ પણ શંકાસ્પદ બોલીશ તો મૂંડી કાપી નાખીશ
એક મકાનમાં ગોંધી રાખ્યા બાદ અપહરણકારોએ ખંડણીના પૈસા મગાવવા માટે ફોન કરવા નિલેશભાઇને કહ્યું હતું અને ફોન સ્પિકર પર રાખવાનો હતો, એટલું જ નહીં ફોન કરીને વેપારીએ કહેવાનું હતું કે, સોપારીનો જથ્થો જોયા બાદ ખૂબ પસંદ આવ્યો છે અને 10 બાચકાને બદલે 200 બાચકા ખરીદવા છે માટે પૈસા મોકલવા તેમ કહેવાનું હતું તેવી સ્ક્રિપ્ટ લખી આપી હતી, અને ફોન કરતી વખતે ગભરાયેલો અવાજ ન નીકળવો જોઇએ અને સહેજ પણ શંકા ઉપજે તેવો ઇશારો આવશે તો મૂંડી કાપી નાખીશું તેવી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો