તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંડણી વસૂલી:રાજકોટના બે વેપારીને મથુરામાં ગોંધી રાખી10.50 લાખ વસૂલ્યા

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સસ્તામાં સોપારી માટે વેપારીઓને મથુરા બોલાવી ફસાવ્યા હતા
 • રેલવે સ્ટેશને ઉતરતાં જ ગાડીમાં ફાર્મહાઉસ જવાનું કહી ઉઠાવી ગયા

શહેરના કરણપરામાં પ્રિતા સોપારી એજન્સી નામે પેઢી ધરાવતા વેપારીને સસ્તામાં સોપારી આપવાની લાલચ આપી મથુરા બોલાવી વેપારી અને તેના પિતરાઇને હરિયાણાના કોઇ ગામમાં ગોંધી રાખી હરિયાણાની ગેંગે રૂ.10.50 લાખની ખંડણી વસૂલી હતી.

કરણપરામાં સોપારીનો વેપાર કરતાં નિલેશભાઇ મનુભાઇ પરમારે ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, 13 જાન્યુઆરીના તેમના પર અમિત ગુપ્તા નામેથી મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સોપારીના વેપારી તરીકે આપી હતી. રાજકોટમાં સોપારીના ભાવ કિલોના રૂ.450 થયા હતા ત્યારે શખ્સે સોપારીના ફોટા મોકલ્યા હતા અને રૂ.350ની કિલોના ભાવે આપવાની તૈયારી બતાવી હતી. જેથી પિતરાઇ અતુલભાઇ પરમાર સાથે મથુરા ગયા હતા જ્યાં રેલવે સ્ટેશને તેમની કાર આવી હતી જેમાં અમને હરિયાણા લઈ જઈ મારકૂટ કરી રૂ.10.50 લાખ રૂપિયા ખંડણી માગી હતી. આંગડિયા મારફતે 10 લાખ રૂપિયા અપાવ્યા બાદ છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો