ટીમનું પ્રતિનિધિત્વ કરશે:એશિયન કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં સૌરાષ્ટ્રના બે ખેલાડી ભાગ લેવા જશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને ગીર સોમનાથના ખેલાડી ઉઝબેકિસ્તાનમાં કૌવત બતાવશે

દિલ્હીમાં તાજેતરમાં ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ઉઝબેકિસ્તાનમાં યોજાનાર એશિયન કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ યોજાઇ હતી. આ ટ્રાયલમાં ગુજરાત વતી સૌરાષ્ટ્રના જામનગર શહેરના ધર્મરાજ જાડેજા, ગીર સોમનાથના ધ્રુવ વંશ અને ગીર સોમનાથની વંદિતા બારડ જોડાઇ હતી. મેન્ટર ભરતજી ઠાકોર, કોચ રોશન થાપા પાસે ફેન્સિંગ (તલવારબાજી)ની તાલીમ લેનાર ત્રણેય ખેલાડીએ ત્રણ ઇવેન્ટ પૈકી સેબર ઇવેન્ટની ટ્રાયલમાં ભાગ લીધો હતો.

જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ધર્મરાજે ત્રીજું અને ધ્રુવે ચોથું સ્થાન મેળવી ભારતીય ટીમમાં સ્થાન પાકું કરી લીધું છે. જ્યારે કોચ કિંજલબેન, ટ્રેનર હાર્દિકભાઇ પાસે તાલીમ મેળવતી ગીર સોમનાથની વંદિતા બારડે આઠમું સ્થાન મેળવી સૌરાષ્ટ્ર અને ગુજરાતનો ડંકો વગાડ્યો છે.

આગામી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે વંદિતા બારડને સ્ટેન્ડ બાય રખાઇ છે. એમેચ્યોર ફેન્સિંગ એસોસિએશન ઓફ ગુજરાતના મહામંત્રી ભરતભાઇ ઠાકોરે જણાવ્યું કે, નડિયાદ ફેન્સિંગ એકેડમીના ઉપરોક્ત બંને ગુજરાતના ખેલાડી ધર્મરાજ અને ધ્રુવ આગામી તા.24થી 27 ફેબ્રુઆરી વચ્ચે ઉઝબેકિસ્તાનના તાસ્કેન્તમાં યોજાનાર એશિયન કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા જશે.

અન્ય સમાચારો પણ છે...