તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રાજકોટના પેડક રોડ પરથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ કામધંધો નહીં હોવાથી ગાંજાની ખેપ માર્યાનું બંનેનું રટણ

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના પેડક રોડ પરથી પોલીસે બે ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બે શખ્સ કુવાડવા રોડ પરથી બાઇક પર ગાંજાના જથ્થા સાથે નીકળ્યા હોવાની માહિતી મળતાં એસઓજીના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફે રણછોડદાસ બાપુના આશ્રમ નજીક વોચ ગોઠવી હતી. નિયત નંબરવાળું બાઇક આશ્રમથી પેડક રોડ પર જતાં જ પોલીસે બાઇક અટકાવી બાઇકસવાર બે શખ્સ રણછોડનગરના તાહીર સલાઉદીન મુજાવર (ઉ.વ.28) અને બાલાજી હોલ પાસેના આરએમસી ક્વાટર્સના બિલાલ સલીમ મેતર (ઉ.વ.28)ને અટકાવી તલાશી લેતા બંને પાસેથી રૂ.6150ની કિંમતનો 615 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

ગાંજો અને બાઇક સહિત કુલ રૂ.31150નો મુદ્દામાલ જપ્ત કરી બંનેની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બિલાલ અગાઉ મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલમાં કોઇ કામધંધો નહીં હોવાથી ગાંજાની ખેપ માર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...