તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કુવાડવા રોડ પરથી બે શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને શખ્સ માદકપદાર્થનો જથ્થો સગેવગે કરે તે પહેલા પોલીસ પહોંચી
  • સુરેન્દ્રનગરના બંને શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યા, કોને દેવાના હતા તે તપાસ શરૂ

શહેર પોલીસે વધુ બે શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર પંથકના બંને શખ્સ 1 કિલો 940 ગ્રામ ગાંજાનો જથ્થો સગેવગે કરે તે પહેલા પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસે બંનેની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી. રાજકોટ અમદાવાદ હાઇવે પર નદીના કાંઠે આવેલી હજરત પંજેતનપાકની દરગાહની સામેથી બે શખ્સ માદકપદાર્થના જથ્થા સાથે પસાર થવાના છે તેવી માહિતી મળતાં એસઓજીના પીઆઇ રાવલ અને પીએસઆઇ અંસારી સહિતનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો, નિયત વર્ણનવાળા બે શખ્સ પસાર થતાં પોલીસે બંનેને અટકાવ્યા હતા અને તેની પાસે રહેલા રેગજીનનો થેલો ચેક કરતાં તેમાંથી માદકપદાર્થ મળી આવ્યો હતો. પોલીસે એફએસએલની ટીમ બોલાવી પરીક્ષણ કરાવતા એ પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રૂ.19400ની કિંમતનો 1 કિલો 940 ગ્રામ ગાંજો જપ્ત કરી સુરેન્દ્રનગરના જોરાવરનગરના ખાલીદ મુસ્તુફા મમાણી (ઉ.વ.28) અને સુરેન્દ્રનગરના રતનપરના યુસુફ અસગર સામતાણી (ઉ.વ.19)ની અટકાયત કરી હતી. ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો કોને આપવાનો હતો, અગાઉ કેટલી વખત ગાંજાનું વેચાણ કર્યું હતું, કાળા કારોબારમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે બંનેની વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...