ક્રાઇમ:ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મેટાડોરમાંથી 4 લાખ રૂપિયાની ચોરી કરનાર બે શખ્સ ઝડપાયા

ગોંડલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિછીયા ગામેં પિકઅપ વાનમાંથી રૂપિયા 45000 હજારની ચોરીનો પણ ભેદ ઉકેલાયો

ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં ગત સપ્તાહે મેટાડોરમાં થી રૂપિયા 4 લાખની ચોરીની ઘટના સાથે વિછીયા ગામે પિકઅપ વાનમાંથી રૂપિયા ૪૫ હજારની ચોરીનો બનાવ બન્યો હતો જેની ફરિયાદ બાદ એલસીબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી બે આરોપીઓને ઝડપી લઇ રૂ.398000 રોકડા તેમજ બાઈક-મોબાઈલ ફોન મળી કુલ રૂ. 418550 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મેટાડોરમાંથી રૂપિયા ચાર લાખની ચોરી
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સોયાબીન ન દાણા ભરીને આવેલ સવજીભાઈ ભીખાભાઈ ઢોલરીયા ના સ્વરાજ મઝદા મેટાડોરમાંથી રૂપિયા ચાર લાખની ચોરી થવા પામી હતી તેવી જ રીતે વિછીયા તાલુકામાં દેવરાજ સાકરીયાના પીક આપવાનમાંથી રૂપિયા 45 હજાર ભરેલી પર્સની ચોરી થઈ હતી

કુલ રૂપિયા 418550 ના મુદ્દામાલ સાથે ધરપકડ
આ બનાવના પગલે એલસીબી પીઆઇ ગોહિલ, પીએસઆઇ રાણા, એ.એસ.આઇ જાની, હેડ કોસ્ટેબલ મહિપાલ સિંહ જાડેજા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, રવિ દેવ ભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી તેમજ પ્રહલાદ સિંહ રાઠોડ સહિતનાઓએ તપાસના ચક્રોગતિમાન કરી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સના આધારે ગોંડલ તાલુકાના વાસાવડ ગામ થી ગોંડલ તરફ આવતા રાહિત રહીમભાઈ ખલીયાણી રહે બોટાદ તેમજ સાજીદ યુનુસભાઇ પરિયાણી રહે બોટાદ વાળાને રૂપિયા 395000 રોકડા, બે મોબાઇલ ફોન તેમજ બાઈક મળી કુલ રૂપિયા 418550 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...