• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Persons Returning From Dwarka, Sasangir Were Taken To Corona, Ward No. A 32 year old Woman From 4 Was Admitted To Home Isolate, A 48 year old Man From Ward No.1

કોરોના અપડેટ:દ્વારકા, સાસણગીરથી પરત આવેલા બે લોકોને કોરોના, વોર્ડ નં. 4ના 32 વર્ષીય યુવતી હોમ આઈસોલેટ, વોર્ડ નં.1ના 48 વર્ષીય પુરુષને દાખલ કરાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં કોરોનાના વધુ બે નવા કેસ સામે આવ્યા છે. બંને અલગ અલગ સ્થળોની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને બંને ડોઝ લીધા છે. વોર્ડ નં.1ના શાંતિનિકેતન એવન્યૂ 48 વર્ષીય પુરુષ કે જેઓ સાસણગીર ફરવા ગયા હતા તેમની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલા છે તેમજ સંપર્કમાં આવેલા 16 લોકો પર નજર રાખવામા આવી છે.

આ સિવાય વોર્ડ નં. 4ના 32 વર્ષીય યુવતી પણ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કરાયા છે ટ્રાવેલ હિસ્ટ્રીમાં દ્વારકા હોવાનું જણાવ્યું હતું. જોકે કોન્ટેક્ટ ટ્રેસિંગમાં માત્ર 8 જ હોવાનું નોંધાયું છે. બીજી તરફ રાજકોટ શહેરમાં અગાઉ પોઝિટિવ આવેલા 5ને એકસાથે ડિસ્ચાર્જ કરાયા હતા આમ છતાં એક્ટિવ કેસ હજુ પણ 12 છે. જ્યારે કુલ કેસની સંખ્યા 42869 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...