તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Persons On A Motorcycle On Sadhuvaswani Road In Rajkot Snatched Rs 2 Lakh, The Incident Was Captured On CCTV, A Complaint Was Lodged

ચિલઝડપ:રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિએ રૂ.2 લાખની ચિલઝડપ કરી, ઘટના CCTV માં કેદ, ફરિયાદ દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી નાસી છૂટ્યા
  • યુનિવર્સિટી પોલીસે CCTVના આધારે તપાસ હાથધરી

રાજકોટના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક ચિલઝડપની ઘટના સામે આવી છે. મોટરસાયકલ પર સવાર બે વ્યક્તિએ 2 લાખ રૂપિયા રોકડ રકમની ચિલઝડપને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ચિલઝડપના લાઇવ CCTV ફૂટેજ સામે આવ્યા છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇ અને જતા હતા
આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇ અને જતા હતા

સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક નજીક આવેલ ભીડભંજન સોસાયટી શેરી નંબર 3 નજીક ચિલઝડપ ની ઘટના સામે આવી છે. આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઇ અને જતા મોટરસાયકલ ચાલકને બે સવારીમાં મોટરસાયકલ પર સવાર શખ્સે પાછળથી આવી પગ નજીક રાખેલા રૂપિયા 2 લાખની ચિલઝડપ કરી નાસી છૂટ્યા હતા જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.

પાછળથી હોન્ડા લઇ આવેલ બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી
પાછળથી હોન્ડા લઇ આવેલ બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી

આરોપી પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી
CCTV માં દેખાઇ છે તે મુજબ સાંજના 5 વાગ્યે 20 મિનિટે મોપેડ મોટર સાયકલ લઇ પગ નજીક કમિશન એજન્ટ રોકડ રૂપિયા 2 લાખ લઇ પસાર થઇ રહ્યા હતા જેની પાછળથી હોન્ડા લઇ આવેલ બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી નાસી છૂટ્યા હતા. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવી હતી જેના આધારે પોલીસે અલગ અલગ CCTV ફૂટેજ કબજે કરી ફરિયાદ નોંધવા અને આરોપી પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.

બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી નાસી છૂટ્યા
બે શખ્સોએ રોકડ રકમની ચિલઝડપ કરી નાસી છૂટ્યા