ભેદ ઉકેલાયો:ગોડાઉનમાંથી ચણા પૂર્વ કર્મી સહિત બે શખ્સ ચોરી ગયા’તા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેડીયાર્ડમાં ચણા વેચી રૂ.5.50 લાખ હાથવગા કર્યા’તા

કુવાડવાના સાતડા ગામની સીમમાં આવેલા ગોપાલ વેર હાઉસ નામના બંધ ગોડાઉનના તાળાં તોડી ગત તા.11ના રૂ.5.40 લાખના 221 ગુણી ચણા ચોરી થયા હતા આ મામલે ગોડાઉનના સમીરભાઇ હાલાએ ફરિયાદ નોંધાવી હતી. ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકાએ પોલીસે ગોડાઉનના કેટલાક વર્તમાન અને પૂર્વ કર્મીની પૂછપરછ કરતાં ભેદ ઉકેલાયો હતો.

ગોડાઉનના પૂર્વ કર્મચારી સચિન જયંતી બાહુકિયાની સંડોવણી હોવાની માહિતી મળતાં સચિન બાહુકિયાને ઉઠાવી લઇને પૂછપરછ કરતાં તેણે ચોરીની કબૂલાત આપી હતી, સચીને કેફિયત આપી હતી કે, મોરબી રોડ જકાતનાકા પાસે રહેતો તેનો મિત્ર સાગર રમણીક વિરડા તેનું મેટાડોર લઇને આવ્યો હતો અને ગોડાઉનમાંથી 221 ગુણી ચણા ચોરી બેડી યાર્ડમાં ચણા વેંચી નાખ્યા હતા, જેના બદલામાં રૂ.5.50 લાખ જેટલી રકમ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...