ભરબપોરે લૂંટ:રાજકોટમાં 2 શખસે જૂનાગઢના સોની વેપારીને આંતરી ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી, બંદુકની અણીએ 24 લાખના સોનાના 5 બિસ્કીટની લૂંટ કરી

રાજકોટ5 મહિનો પહેલા
પોલીસ ઘટનાસ્થળે દોડી આવી.
  • બંને લૂંટારૂ હિન્દીભાષી, સોની વેપારી સોની બજારથી રિક્ષામાં બસસ્ટેન્ડ તરફ જતા હતા

રાજકોટમાં પોલીસનો ખૌફ ઓસરી ગયો હોય તેમ ભરબપોરે 20 લાખની લૂંટને અંજામ આપી બે શખસ પલાયન થયાની ઘટના સામે આવી છે. શહેરના કરણસિંહજી રોડ પર આજે ભરબપોરે બે શખસે રિક્ષામાં બેઠેલા સોની વેપારી દિપકભાઈ અશોકભાઇ જોગીયાને આંતરી ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને બંદુકની સોનાના 5 બિસ્કીટ સહિત 24 લાખની લૂંટ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. આ બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો છે અને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે. લૂંટારૂઓ ઈરાની ગેંગની હોવાની પ્રાથમિક શંકા દર્શાવવામા આવી છે.

બપોરે 3.30 વાગ્યાનો બનાવ, વેપારીને ચેકિંગ કરવાની સૂચના આપી હતી
પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરે 3.30 વાગ્યાના અરસામાં શહેરના કરણસિંહજી હાઈસ્કૂલવાળા રોડ પર સિટી ગેસ્ટ હાઉસ નજીકથી સોની વેપારી દિપકભાઈ પોતાના વાહનમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઓચિંતા બે શખસે તેમને અટકાવ્યા હતા અને ક્રાઈમ બ્રાંચની ઓળખ આપીને વેપારીને ચેકિંગ કરવા દેવાની સૂચના આપી હતી. આથી સોની વેપારી ગભરાય ગયા હતા. આ દરમિયાન બંને શખસે બંદુક બતાવીને વેપારીના ખિસ્સામાંથી 500 ગ્રામ સોનુ તથા રોકડ મળીને 20 લાખથી વધુની કિંમતની લૂંટ ચલાવી લીધી હતી અને ક્ષણભરમાં ગાયબ થઈ ગયા હતા.

વેપારી ખરીદી કરવા રાજકોટ આવ્યા હતાઃ ACP
ACP એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે, આજે બપોર 2.30 વાગ્યા આસપાસ જૂનાગઢના વેપારી ખરીદી કરવા માટે રાજકોટ આવ્યા હતા. ખરીદી કરી પરત જતા હતા ત્યારે એક બાઇકચાલક આગળ ઉભો રહી ગયો હતો. બાદમાં વેપારી પાસેથી સોનાના બિસ્કીટની લૂંટ કરી હતી. બંને શખસે પાંચ સોનાના બિસ્કીટ લૂંટી લીધા છે. આ બંને શખસે કંઇ દિશામાં ગયા છે તેની સીસીટીવીના આધારે તપાસ ચાલુ છે. પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ છે.

પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી.
પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી.

આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામા આવી
લૂંટની ઘટનાથી હેબતાય ગયેલા વેપારી દિપકભઆઈ તુરંત જ દેકારો કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો લૂંટારૂઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચ, એસઓજી સહિતનો કાફલો ધસી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરવામા આવી હતી અને લૂંટનો ભોગ બનેલા વેપારી પાસેથી લૂંટારૂઓના વર્ણન સહિતની વિગતો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે લૂંટારાના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી.
પોલીસે લૂંટારાના સગડ મેળવવા કાર્યવાહી હાથ ધરી.

વેપારી જૂનાગઢથી આવ્યા હતા અને રિક્ષામાં પસાર થઇ રહ્યાં હતા
લૂંટની ઘટનાની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. લૂંટારૂઓ પેલેસ રોડ બાજુથી આવ્યાનું અને ત્રિકોણબાગના રસ્તે નાસી ગયા હોવાનુંપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. લૂંટનો ભોગ બનેલા વેપારી જૂનાગઢના છે અને રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચના નામે લૂંટારૂઓએ રિક્ષા અટકાવી હતી. બેગની તપાસ કરવાનું કહ્યું હતું અને રિક્ષા બાઈકની પાછળ લેવા સૂચના આપી હતી. રિક્ષાચાલક અને વેપારી કંઈ સમજે તે પૂર્વે બંને લૂંટારૂ બાઈકમાં ફરાર થઈ ગયા હતા.