શહેરની સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો યુવક શનિવારે વહેલી સવારે મેંગો માર્કેટ પાસે હતો ત્યારે બે શખ્સે તેને બળજબરીથી બાઇકમાં બેસાડી નજીકના ખેતરમાં લઇ જઇ યુવક સાથે બંનેએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું, યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ તેણે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
સિવિલ હોસ્પિટલની લેબોરેટરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો અને સાત હનુમાન મંદિર નજીકના વિસ્તારમાં રહેતો 28 વર્ષનો યુવક શનિવાર વહેલી સવારે સાડાચાર વાગ્યે મેંગો માર્કેટ પાસે ઊભો હતો ત્યારે બે શખ્સ બાઇકમાં તેની પાસે પહોંચ્યા હતા અને બંનેએ કહ્યું હતું કે,‘અમારી સાથે આવ તને રૂ.100-100 આપીશું’, યુવકે નથી આવવું તેમ કહેતા બંનેએ યુવકને ખેંચીને બાઇકમાં વચ્ચે બળજબરીથી બેસાડી દીધો હતો અને નજીકમાં આવેલા વાડી વિસ્તારમાં લઇ ગયા હતા જ્યાં બંને શખ્સે યુવક સાથે બળજબરી આચરી હતી.
એટલું જ નહીં બાદમાં પૈસા પણ આપ્યા નહોતા અને લાકડીથી ફટકારવા લાગ્યા હતા. યુવકે દેકારો મચાવતા લોકો એકઠા થઇ ગયા હતા અને શા માટે મારોછો તેમ પૂછતાં બંનેએ ચોરી કરતા ઝડપાતા માર્યાનું કહેતા લોકો જતા રહ્યા હતા, થોડીવાર બાદ બંનેએ ફરીથી તેને બાઇકમાં બેસાડી ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઉતારી નાસી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલે પહોંચી હતી જોકે યુવકે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા પોલીસે માત્ર નિવેદન નોંધ્યું હતું.
કુવાડવા રોડ, પારેવડી ચોક પાસે એક શખ્સ મોબાઇલ પર શંકાસ્પદ હરકત કરતો જોવા મળતા પોલીસ ટીમ તુરંત ત્યાં દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતા તે શખ્સ આઇપીએલના મુંબઇ અને દિલ્હી વચ્ચેના મેચ પર ઓનલાઇન સોદા આપી સટ્ટો રમતો હોવાનું સ્પષ્ટ થતા લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-3માં રહેતો સિરાજ ઉર્ફે પીછો કાદર સુમરાની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.