રાજકોટ ક્રાઇમ ન્યુઝ:આજી નદી અને 80 ફૂટ રોડ પર દેશી દારૂ વેંચતા ઈસમો પર પોલીસ ત્રાટકી, 260 લીટર દારૂ સાથે રૂ.23,420નો મુદામાલ કબ્જે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજી નદીના પટ નજીકથી વિજય સોલંકી ઝડપાયો - Divya Bhaskar
આજી નદીના પટ નજીકથી વિજય સોલંકી ઝડપાયો
  • શહેરની સ્વાગતમ ઇન હોટલમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા, ભુજ કનેક્શન ખૂલ્યું
  • જેતપુરમાં સાડીના કારખાનામાં ચોરીની ભેદ ઉકેલાયો, રૂ.3.37 લાખના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ
  • રાજકોટમાં બાઈક અને રીક્ષાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા, રૂ.1.37 લાખનો મુદામાલ કબ્જે

રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે. રાજકોટના જુદા જુદા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા દેશી દારૂ રેડ કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુબલિયાપરા વિસ્તારમાં આજી નદીના પટ નજીકથી વિજય સોલંકી નામના આરોપીની ધરપકડ કરી 60 લીટર દેશી દારૂ સહિત કુલ 11,100નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે પેરોલ ફર્લો સ્ક્વોડે સાધના સોલંકી નામની મહિલા બુટલેગરની 80 ફૂટ રોડ પર નદીના પટમાંથી 200 લીટર દેશી દારૂ સહીત કુલ 12,320નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્વાગતમ ઇન હોટલમાં ક્રિકેટ પર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના લીમડા ચોકમાં આવેલી હોટલે સ્વાગતમ ઇનમાં રૂમ રાખી મોબાઇલ આઇડી મારફત ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ હાલમાં આઇપીએલ મેચની સીરીઝ ચાલુ હોય ત્યારે સટ્ટોડીયાઓ આઇપીએલ મેચ ઉપર ઓનલાઇન આઇડી મારફત સટ્ટો રમતા હોય જેની ઉપર વોચ રાખવાની પોલીસ કમિશનરની સૂચના અન્વયે પ્ર.નગર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન લીમડા ચોક પાસે આવેલી હોટેલ સ્વાગતમ ઇન નામની હોટલમાં મિલન કકકડ નામનો શખ્સ મોબાઇલ આઇડી મારફત આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતો હોવાની ચોકકસ બાતમી મળી હતી.

છેલ્લા 15-20 દિવસથી હોટેલના રૂમમાં સટ્ટો ચાલતો હતો
જેના આધારે પોલીસે હોટેલ સ્વાગતમ ઇનમાં દરોડો પાડી રૂમ નં. 304 માંથી રોબર્ટ 999 કોમ નામની મોબાઇલ આઇડીમાં આઇપીએલની રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ ઉપર સટ્ટો રમતા મિલન કાનો પ્રવિણચંદ્ર કકકડ તથા રશ્મીન દિલીપભાઇ પટેલને ઝડપી પાડી બે મોબાઇલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મિલન ઉર્ફે કાનો કકકડ છેલ્લા 15-20 દિવસથી હોટેલના રૂમમાં રોકાઇ સટ્ટો રમાડતો હોવાનું અને આઇડી તેણે ભુજ રહેતા તેના મિત્ર નૈમિષ કકકર પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી નૈષિસની શોધખોળ હાથ ધરી છે.

એ ડિવિઝન પોલીસે બાઈક અને રીક્ષાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
એ ડિવિઝન પોલીસે બાઈક અને રીક્ષાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા

રાજકોટમાં બાઈક અને રીક્ષાની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા
રાજકોટમાં ઓટો રીક્ષા તેમજ મોટર સાયકલ ની ચોરી કરતા બે શખ્સોની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. જ્યાં પોલીસે આરોપી રવિ કબીરા અને રઘુ પરમારની ધરપકડ કરી બે રીક્ષા, 3 મોટર સાયકલ તેમજ મોટર સાયકલના અલગ અલગ પાર્ટ્સ સહીત કુલ 1,37,500 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ અન્ય કોઈ વાહન ચોરી અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

3 મોટર સાયકલ તેમજ મોટર સાયકલના પાર્ટ્સ ઝડપાયા
3 મોટર સાયકલ તેમજ મોટર સાયકલના પાર્ટ્સ ઝડપાયા

જેતપુરમાં સાડીના કારખાનામાં ચોરીની ભેદ ઉકેલાયો
જેતપુરમાં સાડીના કારખાનામાંથી સાડીના જથ્થાની થયેલ ચોરીનો ભેદ રૂરલ એલસીબીએ ગણતરીની કલાકોમાં ઉકેલીને સગીર સહીત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર જેતપુરમાં ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ અવસર આવેલ અવસર ટેકસ્ટાઈલ નામના સાડીના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં દેવાંગભાઈ સંજયભાઈ જયસ્વાલે જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ કારખાના માંથી છ દિવસ અગાઉ એમ્બ્રોડરી સાડીઓ અને એમ્બ્રોડરી વગરની સાડીઓના મુદ્દામાલની ચોરી થઈ હતી.

સાડીના કારખાનામાં ચોરી કરનાર 4ની મુદ્દામાલ સાથે ધરપકડ
સાડીના કારખાનામાં ચોરી કરનાર 4ની મુદ્દામાલ સાથે ધરપકડ

રૂ.3.37 લાખનો મુદામાલ કબ્જે કર્યો
જે અંગેની ફરીયાદ પરથી રૂરલ એલસીબી.પી.આઈ.એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમે ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલીને આરોપી મદની અમીન રદાઈ, દેવાંગ રવજી ભાખોત્તરા, ધરમ રવિ ગોહેલ અને સગીરને સાડીઓનો જથ્થો નંગ-112, કાર અને મોબાઈલ ફોન-4 મળી રૂ.3.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...