રાજકોટ જુનાગઢ હાઇવે ઉપર વીરપુર પાસેથી રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ એ.આર.ગોહિલ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશથી કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો લઇને આવેલા બે શખ્સોને પડકી લઇ 57 બોટલ દારૂ અને 48 ટીન બીયર સહીત કુલ.રૂ. 2,07,250નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી દારૂ મંગાવનાર બે શખ્સોની શોધખોળ શરુ કરી છે.
મધ્યપ્રદેશના સપ્લાયરની શોધખોળ શરુ
વીરપુર નજીક ટોક નાકા પાસે એલસીબીએ વોચ ગોઠવી જી.જે.-06-ડી.જી.-7744 નંબરની સ્કોડા ફેબીયા ગાડીના બોનેટ અને નબર પ્લેટના ભાગે ચોર ખાનામાં છુપાવેલ રૂ.48,450ની કિમતની 57 બોટલ દારૂ અને રૂ.4800ની કિમતના 48 ટીન બીયર સહિત રૂ. 2.07 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરાજી નાનીપરબડી મેઇનબજારના રહેવાસી અને હાલ મોરબી રહેતા હીતેષભાઇ વીનોદભાઇ ટીલાળા, જેતપુરના પેઢલાના જયદિપભાઇ જીતેન્દ્રભાઇ જેઠવાની ધરપકડ કરી હતી. જયારે દારૂનો જથ્થો મંગાવનાર જેતપુરના મોટાગુંદાળાના નવનીત ઉર્ફે લાલો જમનભાઇ શીંગાળા અને દારૂ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના ડુંગરાવાડીના કમલેશની શોધખોળ શરુ કરી છે.
આ પોલીસકર્મીઓ રેડમાં જોડાયા
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી ગ્રામ્ય એલ.સી.બીના પી.આઈ એ.આર.ગોહીલ, તથા પીએસઆઈ એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો.હેડ.કોન્સ.નીલેશભાઇ ડાંગર તથા અનિલભાઇ ગુજરાતી તથા શક્તીસીંહ જાડેજા તથા પો.કોન્સ.દિવ્યેશભાઇ સુવા પો.કોન્સ. કૌશીકભાઇ જોશીએ કામગીરી કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.