• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Two Patients Died Of Swine Flu corona, Fever cold cough Patients Increased By 30%, Yet The Health Department Remained Silent

રાજકોટમાં રોગચાળો વકર્યો:સ્વાઈન ફ્લૂ-કોરોનાથી બે દર્દીના મોત, તાવ-શરદી-ઉધરસના દર્દી 30% વધ્યા, છતાં આરોગ્ય વિભાગ મૌન

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં રોગચાળો કેડો નથી મુકતો. દર સપ્તાહે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાની સાથે હવે સ્વાઈન ફ્લૂ અને કોરોનાએ પણ ભરડો લીધો છે. સિવિલ હોપ્સ્પિટલની ઓપીડીમાં પણ તાવ-શરદી-ઉધરસના દર્દી 30% વધ્યા છે. ત્યારે આજે શહેરમાં સ્વાઈન ફ્લૂ-કોરોનાથી પીડીતી બે દર્દીઓના મોત થયા છે. જયારે સમગ મામલે આરોગ્યતંત્ર મૌન સેવીને બેઠું છે.

વૃદ્ધાએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો ન હતો
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોટી ટાંચી ચોકમાં ડૉ.પંડ્યાની હોસ્પિટલની બાજુમાં આવેલી શેરીમાં રહેતાં 88 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સઘન સારવાર શરૂ કરાઈ હતી. જો કે તે કારગત નહીં નિવડતાં આજે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. તેમણે મૃતક વૃદ્ધાએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહતો અને તેઓ હૃદયની બીમારીથી પીડિત હોવાનું તેમજ હાર્ટમાં પેસમેકર મુકાવેલું હતું.જ્યારે ઘણા લાંબા સમય બાદ રાજકોટમાં સ્વાઈન ફ્લૂના રોગે ઉપાડો લીધો છે.

સ્વાઈન ફ્લૂનો ટેસ્ટ પોઝિટીવ આવતાં આઈસોલેટ કરાયા
તેવી જ રીતે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ એક દર્દીનું આજે મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દર્દીને તાવ આવતો હોવાથી તેમનો કોરોના, સ્વાઈન ફ્લૂ સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં તેમનો સ્વાઈન ફ્લૂ ટેસ્ટ પોઝિટીવ આવતાં આઈસોલેટ વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તેમના પર સારવાર કારગત નહીં નિવડતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. દરમિયાન મહાપાલિકાના જણાવ્યા પ્રમાણે રાજકોટમાં અત્યારે કોરોનાના 335 એક્ટિવ કેસ છે જેમાંથી ચાર દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે તો એક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

લોકોને સાવચેતીપૂર્વક તહેવારો મનાવવા તબીબોની અપીલ
કોરોનાની 3 લહેર બાદ ફરી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ તબીબો ચોથી લહેરની નજરે જોઈ રહ્યા છે. તહેવારો નજીક આવતા સાથે જ કોરોના કેસમાં વધારો જોવા મળતા દિવ્ય ભાસ્કર દ્વારા રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તબીબો સાથે વાતચીત કરી હતી. જેમાં તબીબોએ લોકોને વધતા જતા કેસને રેડ સિગ્નલ સમજી સાવચેતીપૂર્વક તહેવારો મનાવવા અપીલ કરી છે. સાતમ-આઠમના તહેવારો સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદ અને ઉત્સાહ ગણવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો કોરોનારૂપી ખતરો પણ સાબિત થઈ શકે છે.

20 દિવસ બાદ ફરી એક દર્દીનું મોત
શહેરમાં આજે કોરોનાથી વધુ એક મૃત્યુ નિપજતાં નવી ચિંતા જન્મી જવા પામી છે. બીજી બાજુ છેલ્લે 16 જૂલાઈએ શહેરમાં કોરોનાગ્રસ્ત એક મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જામકંડોરણાના 38 વર્ષીય મહિલા રાજકોટની કેન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને અહીં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર અસરકારક નહીં નિવડતાં અંતે તેમનું મોત નિપજ્યું હતું. હવે વીસ દિવસના સમયગાળા બાદ ફરી આજે એક દર્દીનું મોત થતાં ભયનું લખલખું વ્યાપી જવા પામ્યું છે.