ગૌરવ:સૌ યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપકના નામે બે પેટન્ટ નોંધાઈ, લંગ કેન્સરની દવા બનાવવામાં આ પેટન્ટ મહત્વપૂર્ણ સાબિત થશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2018માં તેની પેટન્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક વિભાગ દ્વારા સમાજને ઉપયોગી અનેક સંશોધનો હાથ ધરવામાં આવે છે. એટલું જ નહીં અનેક પ્રોફેસર દ્વારા તેમના સંશોધનની પેટન્ટ પણ રજીસ્ટર્ડ કરવામાં આવે છે. ત્યારે હવે યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક ડો.રંજનબેન ખૂંટના નામે બે પેટન્ટ નોંધવામાં આવી છે. આ પેટન્ટ નોંધાતા ડાઈંગ એજન્ટ તથા લંગ કેન્સરની દવા બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

2018માં તેની પેટન્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ
પ્રાધ્યાપક ડો.રંજનબેન ખૂંટના જણાવ્યા પ્રમાણે, તેઓ વર્ષ 2016થી ક્રોમાનના મોલેક્યુલ બનાવી વિવિધ પ્રકારના કેન્સરના પર તેની અંસર તપાસી રહ્યા હતા. જેમાં તેમને સૌથી સારું પરિણામ લંગ (ફેફસાં) કેન્સર પર જોવા મળ્યું હતું. જેને પગલે વર્ષ 2018માં તેની પેટન્ટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જે પેટન્ટ આખરે માર્ચ 2021માં મળી હતી. હવે આ કંપાઉન્ડ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે તો તે કેન્સરની દવા બનાવવામાં ઉપયોગી થઈ શકે છે. આ રિસર્ચમાં રંજનબેનને રિસર્ચ સ્ટુડન્ટ કૌશિક લુણાગરિયાનો પણ સહકાર મળ્યો હતો.

ડાઈંગ એજન્ટથી એન્ટી બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે રક્ષણ મળશે
આજે મળેલી બીજી પેટન્ટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ એક ડાઈંગ એજન્ટ છે જે એન્ટી બેક્ટેરિયલ તરીકે કામ આપશે. વિવિધ પ્રકારના ફેબ્રિક પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી સારું પરિણામ સિલ્કના ફેબ્રિક પર મળ્યું હતું. આ ડાઈંગ એજન્ટથી એન્ટી બેક્ટેરિયલ ઇન્ફેક્શન સામે રક્ષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...