ગમખ્વાર અકસ્માત:ગોંડલના મોવિયા શ્રીનાથગઢ રોડ પર ગાય આડે આવતા રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બે વૃદ્ધોના મોત

ગોંડલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બન્ને મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય તેમ અકસ્માતોમાં માનવ જિંદગી છાશવારે હોમાઈ રહી હોવાની પોલીસ ચોપડે શાહી હજુ સુકાઇ નથી ત્યાં આજે મોવિયાથી શ્રીનાથગઢ જતા રોડ ઉપર રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા જુના વાઘણિયા ગામના બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા

શ્રીનાથગઢ મોવિયા રોડ પર અકસ્માત થયો
પ્રાપ્ત વિગતો મુજબ જુના વાઘણીયા ગામે રહેતા નાનજીભાઈ મોહનભાઈ ગેવરીયા (ઉ.વ. 60) તેમજ નાગજીભાઈ લક્ષ્મણભાઈ બાલધા (ઉ.વ. 77) કાપડની ખરીદી કરવા માટે બાઈક GJ03 BW 1055 લઈ આવી રહ્યા હતા ત્યારે શ્રીનાથગઢ મોવિયા રોડ પર રીક્ષા GJ14 AQ 3464 વચ્ચે અકસ્માત સર્જાતા નાનજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું હતું કે, છોટા હાથી મેટાડોરને આડે ગાય આવતા તેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાનું

રિક્ષાચાલક અકસ્માત બાદ નાસી ગયો
જ્યારે નાગજીભાઈને સારવાર માટે ગોંડલ થી રાજકોટ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત નિપજતા બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલ લઈ જવાયા હતા બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અકસ્માત થયા બાદ રિક્ષાચાલક માનવતા નેવે મૂકી નાસી ગયેલ હોય પોલીસે તપાસ હાથ ધરી હતી.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)