રાજકોટ શહેરના ભકિતનગર રેલ્વે સ્ટેશન સામે લાખાણી એસ્ટેટ બિલ્ડીંગમાં આવેલ પ્યોર ફામ્સ ઓર્ગેનીક કંપની સાથે રૂા.37.59 લાખની ઠગાઈ થયાની ફરિયાદ કંપનીના ફાયનાન્સ મેનેજર શિલ્પેશ દેવેન્દ્રભાઈ ઠારે નોંધાવી હતી.આ કંપની સાથે જે રીતે ઠગાઈ થઈ તે જ રીતથી રાજકોટના હેન્ડીક્રાફટના વેપારી સાથે પણ રૂા.3 લાખની ઠગાઈ થયાની ગઈકાલે જ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
કેમિકલ ખરીદવાના બહાને છેતરપીંડી
ગુજરાત અને દેશભરમાં વેપારીઓ સાથે છેતરપીંડી કરતી નાઇજીરિયન ગેંગનો પર્દાફાશ થયો હતો.જે ગેંગ કેમિકલ ખરીદવાના બહાને દેશભરના વેપારીઓને ટાર્ગેટ કરી કરોડો રૂપિયા છેતરપીંડી કરી છે.મહત્વનું એ છે કે આરોપીઓ પોતે જ કેમિકલ બનાવી જે કેમિકલ ખરીદવાના બહાને ખોટી કંપનીના નામ હેઠળ છેતરપીંડી આચરતો ખુલાસો કર્યો હતો.આ બનાવમાં અમદાવાદની સાયબર ક્રાઇમ બ્રાંચે નાઇજીરિયન ચીનેદુ અનુમોલે અને રાકેશ મહાદેવ કશ્યપની મુંબઈથી ધરપકડ કરી હતી.
ધંધામાં સારો નફો કમાવાની લાલચ આપતા
જેમાં નાઇજીરિયન આરોપી દેશના કેમિકલ વેપારીઓને સોશિયલ મીડિયા પર મેસેજ કરી મિત્રતા કેળવતા હતા.જે બાદ ધંધામાં સારો નફો કમાવાની લાલચ આપી છેતરવાનુ કામ કરતા હતા.આ પ્રકારે આ ગેંગ દ્વારા ગુજરાતના અલગ અલગ વેપારીનો સંપર્ક કર્યો હતો.જેમાં નાઇજીરિયનએ પોતાની ઇન્ટનેશનલ કંપની છે.જે પોલેન્ડમાં ધરાવે છે અને તે ભારતમાંથી અનિગ્રા લિકવીડ એક્સટ્રાક્ટ નામનું લિકવીડ ખરીદી કરે છે.
વેપારીને લાલચ આપી થોડું સેમ્પલ મંગાવતાં
આ લિકવિડ ભારતથી જાય છે અને જે વ્યકિત લિકવીડ સપ્લાય કરતો હતો તેનું મૃત્યુ થયું છે.હવે આ લિકવીડનો સપ્લાય કરવા માંગતા હોય તો 20 ટકા કમિશન આપવામાં આવશે.આમ કરી વેપારીને લાલચ આપી થોડું સેમ્પલ મંગાવતાં જે બાદ મોટો ઓર્ડર મંગાવી લઈ કરોડો રૂપિયાની છેતરપીંડી આચરતા હતા.દેશભરના મોટા કેમિકલના વેપારીને નાઇજીરિયન દ્વારા વિશ્વાસમાં લઇ કહેતા કે જે લિકવીડ કેમિકલની જરૂરિયાત છે તે ભારતના આર.કે.એન્ટરપ્રાઈઝ પૂનમ યાદવ પાસેથી મળશે.
ડમી કંપની ઉભી કરવામાં આવી
જેનો ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર પર આપતા હતા.જે વેપારી લિકવીડ ખરીદીને નાઇજીરિયનને આપતા હતા.જો કે ભોગબનનાર વેપારી જેની પાસે લિકવીડ કેમિકલ ખરીદી કરતા તે નાઇજીરિયન દ્વારા ડમી કંપની ઉભી કરવામાં આવેલી છે.જેથી નાઇજીરિયનદ્વારા કેમિકલ બનાવવા અને ખરીદી કરવા વાળા પોતે જ ડમી કંપની ઉભી કરી છેતરપીંડી કરતા હતા.સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાયેલ નાઇજીરિયન પુછપરછમાં અલગ અલગ રાજ્યોના 13 વેપારીઓ સાથે છેતરપીંડી આચરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.